ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ બોરસદ ચોકડી 60 દિવસ માટે યાતયાત માટે બંધ, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા કલેકટરનું જહેરનામું

આણંદ શહેરની મધ્યમાંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગનું બોરસદ ચોકડી પાસે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચોકડી પાસેથી પસાર થતા ખંભાત રેલવે લાઈન પર નિર્માણ પામી રહેલા બ્રિજની કામગીરી ને લઇને આણંદ જિલ્લા કલેકટર દ્વારા ભારે ટ્રાફિકની અવરજવર ધરાવતા બોરસદ ચોકડી ને ૬૦ દિવસ જેટલા સમય માટે વાહનોની યાતાયાત માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

આણંદ બોરસદ ચોકડી
આણંદ બોરસદ ચોકડી

By

Published : Dec 24, 2020, 8:10 AM IST

આંણદ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યુ જાહેરનામું

બોરસદ ચોકડી તરફથી શહેરમાં આવતો માર્ગ ૬૦ દીવસ સુધી રેહશે બંધ

રેલ્વે ઓવર બ્રીજના કામને લઇને કરાયો બંધ

ટ્રાફિક જામની સમસ્યાને લઈ લઇને અવર જવર માટે પ્રતિબંધ

પ્રતિબંધિત કરાયેલ માર્ગના વૈકલ્પિક માર્ગ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યા

આણંદ : શહેરમાં પ્રવેશતા જીટોડીયા રોડ તરફના ટ્રાફિકને સરકારી અનાજના ગોડાઉન તરફથી ઉમા ભવન પાછળ થઈ અમીન બજાજ રોડ ફાટક નંબર 4 તરફ નો વૈકલ્પિક માર્ગ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ટાઉનહોલ થી લોટીયા ભાગોળ થઈ બોરસદ તરફ આવતા ટ્રાફિકને ગામ તરફ રોડ થી ગણેશ ચોકડી તરફનો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે. જેથી આણંદના પ્રવેશ દ્વાર સમી ભારે ટ્રાફિકનું ભારણ ધરાવતી બોરસદ ચોકડી આગામી 60 દિવસ માટે બંધ રાખવાનું કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સૂચન કરવામાં આવ્યું છે. જાહેરનામામાં કલેકટર દ્વારા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જિલ્લા પોલીસ વડાને પણ સૂચન કરવામાં આવ્યા છે.

આણંદ બોરસદ ચોકડી 60 દિવસ માટે યાતયાત માટે બંધ
24 ડિસેમ્બર થી 21 ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવોદાંડી હેરિટેજ માર્ગનું પર બોરસદ ચોકડી પાસેના ફાટક 3 પર નિર્માણ પામી રહેલા બ્રિજની કામગીરી ને લઇ કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બોરસદ ચોકડી ભારે ટ્રાફિકની અવરજવર ધરાવતા હોવાના કારણે બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન કોઇ આકસ્મિક ઘટના બને નહીં તેને ધ્યાને રાખી કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી આજથી 24 ડિસેમ્બર થી 21 ફેબ્રુઆરી 2021 સુધી જીટોડીયા બોરસદ તરફથી આણંદ શહેર તરફ આવતા રસ્તા પર પસાર થતા વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details