ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં માઁ અંબાના ગબ્બર દર્શન, શું છે વિશેષતા..વાંચો અહેવાલ... - આણંદમાં ગરબા મહોત્સવ

આણંદઃ તમામ 51 શક્તિપીઠોમાં અંબાજી ગબ્બરનું વિશેષ મહત્વ છે કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર માં અંબાનું હદય આવેલું છે તથા અહીં માઁ શક્તિના ચરણ નિશાન પણ મોજૂદ છે તેથી અંબાજી ગબ્બર એક પ્રચલિત તીર્થસ્થળ છે જે અનેક શ્રદ્ધાળુઓ નું આસ્થાનું પ્રતિક છે.

ambaji-temple

By

Published : Oct 6, 2019, 11:06 PM IST

હાલ નવરાત્રી નો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે શક્તિની ઉપાસના નું વિશેષ મહત્વ હોય છે. આમ તો દરેક શ્રદ્ધાળુઓની ઈચ્છા હોય છે કે અંબાજી મુકામે જઈ અને માઁ અંબાના દર્શન કરી શકે, પરંતુ ક્યાંકને ક્યાંક તે દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું. આ કારણોસર જ આણંદમાં સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીના પર્યાય સમુ આ વિશેષ ગબ્બર ઊભો કરાયો છે.

આણંદમાં માઁ અંબાના ગબ્બર દર્શન, શું છે વિશેષતા..જૂઓ વીડિયો...
સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 71 ફૂટ ઉંચા ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગબ્બર અંબાજીથી લાવેલ અખંડ જ્યોત અને માં જગદંબાની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત અંબાજીથી લાવવામાં આવેલ ચુંદડી પણ અહીં રાખવામાં આવી છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
નવરાત્રીના પાવન પર્વ પર આણંદ વાસીઓ ને સાક્ષાત અંબાજી થી લાવવામાં આવેલ માઁ અંબાની પાદુકા અને જ્યોત સાથે ચૂંદડીએ આણંદના નગરજનોમાં શ્રદ્ધા સભર આકર્ષણ ઉભું કરી રહી છે. 1 કિલોમીટર લાંબા આર્ટિફિશિયલ ગબ્બર પર માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં

ABOUT THE AUTHOR

...view details