આણંદજિલ્લામાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે અહીં તો પોલીસના જવાનો પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, જિલ્લાના પોલીસ ખાતાના MT વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા બેવડાના યુવકની હત્યા (khambholaj police station)થઈ છે. કેટલાક અજાણ્યા શખ્સો કોઈક કારણોસર યુવકના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયો હતા. ત્યારબાદ આરોપીઓએ મૃતકના મૃતદેહને નજીકને નહેરમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર મામલાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જ્યારે ખંભોળજ પોલીસે (khambholaj police station) આ અંગે હત્યા અને પુરાવાના નાશનો ગુનો દાખલ (police man killed in anand) કર્યો છે.
PIની ગાડી ચલાવતો હતો આ અંગે મળતી માહિતી અનુસાર, બેડવા ગામમાં (Bedwa village person killed) રહેતો 19 વર્ષીય જયદીપ ભરતભાઈ છેલ્લા 2 મહિનાથી પોલીસના એમટી વિભાગમાં આઉટસોર્સથી ડ્રાયવર તરીકે નોકરીમાં જોડાયો હતો. તે મહિલા પોલીસ મથકના PI જીગર પટેલની બોલેરો જીપ ચલાવતો હતો. ગઈકાલે સવારે તે ટિફિન લઈને નોકરીએ આવ્યો હતો. તેણે ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ માતા સોનલબેનને ફોન કરીને જણાવ્યું હતુ કે, હું મિત્રો સાથે જમીને મોડો આવીશ. ત્યારબાદ મોડીરાત સુધી તે ઘરે આવ્યો નહોતો.
મૃતકનો મોબાઈલ ગુમ એટલે મૃતકની માતાએ તપાસ કરી તેમ છતાં તેનો કોઈ અતોપતો લાગ્યો નહતો. ત્યારે સવારે બેડવા ગામની (Bedwa village person killed) સીમથી રાસનોલ તરફ જવાના રોડ ઉપર આવેલી કેનાલમાંથી આ મૃતકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે (khambholaj police station) પહોંચી હતી. મૃતક જયદિપભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા (Anand Murder Case) કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતકના માતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી (Gujarat Crime Rate) હતી. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, પોલીસને મૃતકનો એક થેલો પણ મળી આવ્યો હતો, જેમાંથી ટિફિન મળી આવ્યું હતું. જ્યારે મૃતકનો મોબાઈલ ગુમ થઈ ગયો હતો.