- રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું સેન્ટર થયું શરૂ
- રાજ્યના DGP આશિષ ભાટિયાએ કર્યું ઉદઘાટન
- 11 જેટલા નિવૃત ડોગને મળ્યું પોતાની ઘર
- રાજ્યની ખ્યાતનામ વેટરનરી હોસ્પિટલના કારણે આણંદ સેન્ટરની થઈ પસંદગી
આણંદ: પોલીસ વિભાગમાં વર્ષોથી ગુનાઓનો ભેદ ઉકેલવા આરોપીનું પગેરું શોધવા માટે ગુજરાત પોલીસના તમામ પોલીસ મથકોએ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે શ્વાનનો ઉપયોગ થતો આવે છે, જેને આપવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનિંગની મદદથી આ શ્વાન તેની સૂંઘવાની શક્તિથી બોમ્બ સહિતની એક્સપ્લોઝીવ વસ્તુઓ શોધવા સાથે નશીલા પદાર્થો તેમજ દુર્ઘટના સમયે પણ આરોપીને શોધવામાં મદદરૂપ થતાં સ્નીફર ડોગની મહત્વપુર્ણ ભુમિકા હોય છે. સરકારી નિયમ મુજબ આ શ્વાનને ચોક્કસ સમય બાદ નિવૃત્તિ આપવામાં આવતી હોય છે, જેથી નિવૃત્ત થઈ ગયેલા આવા ડોગને આ સેન્ટરમાં રાખીને નિષ્ણાંતો અને તબીબો દ્વારા તેમની દેખભાળ રાખવામાં આવશે. આ માટે વેટરનરી સાયન્સ કોલેજ સાથે ગુજરાત સરકાર દ્વારા MOU કર્યા છે અને ડોગની સાચવણી, મેડીકલ તપાસ સહિત તમામ પ્રકારની સેવાઓ બજાવશે.
આ પણ વાંચો- હવે ડોગ-ક્વોડ પકડશે ગાંજો, સ્વાનને અપાશે નારકોટિક્સ અને રેસ્ક્યૂની ટ્રેનિંગ
આણંદ પર ઉતારાઈ પસંદગી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓને સરકારી લાભો સહિતની તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોય છે. જ્યારે પોલીસને ગુનાઓ શોધવામાં મદદરૂપ થનારા ડોગ નિવૃત્ત થઈ ગયા બાદ રખડતા ન થઈ જાય તે માટે ગુજરાત સરકારે આ પહેલ કરી છે અને તેના માટે આણંદ પર પસંદગી ઉતારી છે. તેની પાછળ અહીંયા વેટરનરી હોસ્પિટલ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.