આણંદઃ જિલ્લામાં અનલોક 1માં જનજીવન સામાન્ય બની રહ્યું છે. બજારોમાં લોકોની ચહેલપહેલ વધવા લાગી છે. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યાં હતાં, જેથી રસ્તાઓ પુનઃ વેગવાન બન્યા છે.
અનલોક-1: આણંદમાં જનજીવન સામાન્ય બન્યું, બજારો લોકોથી ઉભરાયા - કોરોના વાઈરસ ન્યૂઝ
અનલોક-1ની શરૂઆત થતાં જ આણંદમાં જનજીવન સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આણંદ જિલ્લામાં લોકડાઉનમાં ઢીલ મળતાં રસ્તાઓ અને બજારો વેગવાન બનતા જોવાં મળ્યાં હતાં.
Anand
જિલ્લામાં હાલ 2346 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 98 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 87 દર્દીઓ સ્વસ્થ થતા સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે જ કોરોનાને લીધે 10 લોકોના મોત થયા છે. જ્યારે હજી 3 દર્દીઓ સારવાર હેઠળ છે.