ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ શહેરમાં વેપારીઓને વ્યવસાય કરવા આંશિક છૂટ - covid19

28 એપ્રિલ સુધી કોરોનાના આણંદ જિલ્લામાં કુલ 65 કેસ સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના બે શહેર કોરોના હોસ્ટપોટ બન્યા છે. તે સિવાય જિલ્લામાં અન્ય સ્થળો પર કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું નથી. ત્યારે આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં લોકડાઉનના આંશિક રાહત આપવાના આવી છે.

આણંદ
આણંદ

By

Published : Apr 28, 2020, 5:35 PM IST

આણંદ : જિલ્લા કલેકટરના હુકમથી આણંદ શહેર અને જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા નથી. તેવા વિસ્તારોમાં વેપાર વ્યવસાયોને ચાલુ કરવા કલેકટર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેમાં સરકારે નિયત કરેલ માર્ગદર્શિકા ફોલો કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા તંત્ર એ લોકડાઉનમા આંશિક રાહત આપવા તથા સોશ્યિલ ડીસ્ટન્સ અને આરોગ્યલક્ષી તમામ સૂચનાઓનું પાલન કરી વેપારીને વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આણંદ શહેરમાં વેપારીઓને વ્યવસાય કરવા આંશિક છુટ
જિલ્લામાં સંક્રમિત વિસ્તારો જેવા કે, ખંભાત,ઉમરેઠ,હાડગુડ, નવાખાલ,પેટલાદ વગેરે શહેર અને નગરોમાં લોકડાઉન યથાવત રાખવા અને દુકાન અને બજારો ચાલુ ન કરવા તંત્ર એ હુકમ આપ્યા છે.આણંદ શહેરમાં આવેલ સરદાર ગંજ બજારમાં વેપારીઓ દ્વારા ગ્રાહકોને સોશ્યિલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફોર વ્હિલ ગાડીઓ પર કલેકટરનું જાહેરનામું હોવા છતાં પ્રતિબંધ મુકવામાં પ્રશાસન નિષ્ફળ નિવડી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details