ગુજરાત

gujarat

ETV Bharat / state

Padma Awards 2022: પદ્મભૂષણ એવોર્ડ માટે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની પસંદગી - શિક્ષણ અને સમાજ માટે સ્વામી સચ્ચિદાનંદની કામગીરી

આણંદમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ એવોર્ડ (Padma Awards 2022) માટે પસંદ (Swami Sachchidanand selected for Padma Bhushan) કરવામાં આવ્યા છે. લોકોએ સ્વામી સચ્ચિદાનંદજીની કામગીરીને બિરદાવી (Swami Sachchidananda's work for education and society) તેમને શુભેચ્છા આપી હતી.

Padma Awards 2022: પદ્મભૂષણ એવોર્ડ માટે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની પસંદગી
Padma Awards 2022: પદ્મભૂષણ એવોર્ડ માટે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની પસંદગી

By

Published : Jan 26, 2022, 9:38 AM IST

આણંદઃ જિલ્લામાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજીની પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદગી (Swami Sachchidanand selected for Padma Bhushan) કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે ભારત સરકારે પદ્મ એવોર્ડ 2022 માટે પસંદ કરાયેલા લોકોના (Padma Awards 2022) નામની જાહેરાત કરી હતી. તેમાંથી એક નામ સ્વામી સચ્ચિદાનંદજીનું પણ છે.

ચરોતરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું

શિક્ષણ ક્ષેત્રે સમાજ જીવનમાં અનેરા પ્રદાન બદલ ભારત સરકારે તેમની પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદગી (Swami Sachchidananda's work for education and society કરી છે. તેમને પદ્મભૂષણ એવોર્ડ મળવાની જાહેરાત થતાં જ સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી પ્રસરી હતી. જોકે, જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પણ વાંચો-Padma Bhushan Award 2022 : ફોરેન્સિક સાયન્સમાં ઉતકૃષ્ટ યોગદાન બદલ જયંતકુમાર વ્યાસને પદ્મ ભૂષણ

લોકોએ સ્વામીજીની કામગીરીને બિરદાવી

આ સાથે જ લોકોએ સ્વામીજીના શિક્ષણ અને સમાજ માટે કરેલા ઉત્કૃષ્ટ કાર્યોને (Swami Sachchidananda's work for education and society) બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પેટલાદ તાલુકામાં ભકિત નિકેતન આશ્રમ, દંતાાલીના સ્‍વામીજી સચ્‍ચિદાનંદજીને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ જાહેર (Swami Sachchidanand selected for Padma Bhushan)કરવામાં આવ્‍યો છે.

આ પણ વાંચો-Padma Awards 2022: સંસ્કારીનગરી વડોદરાને વધુ એક સન્માન, ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર

જિલ્લા કલેક્ટરે સ્વામીજીને આપ્યા અભિનંદન

જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ સ્‍વામીજી સાથે ટેલિફોન દ્વારા વાત કરી અભિનંદન પાઠવ્‍યા હતા. સ્‍વામી સચ્‍ચિદાનંંદજી આધુનિક અને ક્રાંતિકારી સંંત છે. સ્‍વામીજીને આ એવોર્ડ મળતાં તેમને આણંદ જિલ્‍લાના ધાર્મિક, સામાજિક તેમ જ વિવિધ સ્‍વૈચ્‍છિક સેવાભાવી સંસ્‍થાઓના અગ્રણીઓએ અભિનંદન (Swami Sachchidanand selected for Padma Bhushan) પાઠવ્‍યા હતા.

ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ એવોર્ડ મળ્યો

ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ આપવામાં આવશે. ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (lata desai padma shri), માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (khalil dhantejvi padma shri ), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય), જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) અને રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય)ને પદ્મશ્રી મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details