ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતના ખાતર કૌભાંડ , લાંચિયા અધિકારીની 50 લાખની લાંચ મામલે ધરપકડ કરાઈ - cmvijayrupani

ખંભાતના ખાતર કૌભાંડમાં લાંચિયા અધિકારીની 50 લાખના છકટામા ધરપકડ કરવામાં આવી છે,પરંતુ ખાતર કૌભાંડ આચરનાર કોણ છે આરબ દેશો સાથે ખાતર કૌભાંડનું કનેક્શન લોકચર્ચામાં જોવા મળી રહ્યું છે.

ખંભાતના ખાતર કૌભાંડ
ખંભાતના ખાતર કૌભાંડ

By

Published : Jan 7, 2021, 11:11 AM IST

  • ખંભાતના ખાતર કૌભાંડના આરોપીઓના નામો છુપાવવામાં આવી રહ્યા છે
  • ખંભાતના ખાતર કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ
  • એસીબીની આ સૌથી મોટી રેડ
    ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે સંપૂર્ણ છૂટોદોર એસીબીને આપ્યો

આણંદ : ખંભાતના કંસારી રોડ ઉપર આવેલ અકીકના ગોડાઉનમાંથી પકડાયેલ ખાતર કૌભાંડનો રેલો છેક આરબ દેશો સુધી છે. જેનો ઢાંકપિછોડો કરવા 50 લાખની લાલચમાં આર.આર.સેલ વહીવટદાર પ્રકાશ એસીબીના છટકામાં ઝડપાયો છે .માત્ર અઢી લાખના ખાતર કૌભાંડ ઢાંકવા 50 લાખની લાંચ? ખંભાતના ખાતર કૌભાંડ જો યોગ્ય તપાસ હાથ ધરાય તો અનેક મોટા માથાઓ સહિતના રાજકારણીઓના પગ નીચે રેલો આવે તેમાં કોઈ શંકા નથી.ખંભાતના ખાતર કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરાય તો રાજ્યનું સૌથી મોટું રેકેટ બહાર આવે તેમાં કોઈ શંકા નથી. શા કારણે ખાતર કૌભાંડ નામો છુપાવવામાં આવી રહ્યા છે? જેવા અનેક સવાલો હાલ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

લાંચિયા અધિકારીની 50 લાખની લાંચ મામલે ધરપકડ કરાઈ

ભૂતકાળના ખાતર કૌભાંડીઓ જ આ વખતે ખાતર કૌભાંડ સાથે સંકળાયેલા

માહિતી અનુસાર ખંભાતના જીઆઇડીસી વિસ્તારમાં વર્ષ 2004માં પણ ખાતર કૌભાંડ ઝડપાયું હતું. જેમાં મુખ્ય આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. વર્ષ 2020ના છેલ્લા દિવસોમાં આર.આર સેલે આ વિસ્તારમાંથી ખાતર કૌભાંડ ઝડપાયું છે. શું ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ જ આ વખતે ખાતર કૌભાંડ સાથે સામેલ છે?

ખાતરની ખાલી થેલીઓમાં મીઠું ભરવામાં આવતું હતું

ખાતરની ખાલી થેલીઓમાં ખાતરના નામે મીઠું ભરી કરોડો રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી તરફ ગરીબોને રાહત દરે આપવામાં આવતા ખાતરનું પણ કાળા બજાર અહીં થતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોકે ખાતર કૌભાંડ પાછળ મુખ્ય આરોપી કોણ છે ?ક્યાંનો છે ?શા માટે તેની ફરિયાદ નોંધાઈ નથી? શા માટે ખાતર કૌભાંડી ની ધરપકડ થતી નથી? શું પોલીસ તંત્ર પણ ખાતર કૌભાંડ સાથે સંકળાયેલ હતું ?કે પછી હપ્તા વસુલી તેરી ભી ચૂપ ઓર મેરી બી ચૂપ કરી આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. જેવા અનેક પ્રશ્નો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ભ્રષ્ટાચારીઓને ડામવા એસીબીની સૌથી મોટામાં મોટી રેડ

આ અંગે આણંદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાને ખંભાત ખાતર કૌભાંડ અંગે જણાવ્યું હતું કે ,ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે સંપૂર્ણ છૂટોદોર એસીબીને આપ્યો છે. એન્ટીકરપ્શન બ્યૂરો ને સંપૂર્ણ સ્વતંત્રતાઓ સબળતાઓ આપેલી છે. હાલમાં તેમને જોઈતા હતા તે મુજબના અધિકારીઓ વકીલો આપ્યા છે. જેથી કરીને કોઈ ભ્રષ્ટાચારી છટકી ન જાય છૂટી ન જાય તેટલા માટે એસીબીને આપણે વધુ વધુ મજબૂત બનાવ્યું છે. એસીબીની આ સૌથી મોટી રેડ છે. જેની તપાસમાં કોઇ પણ ચમરબંધી છૂટી નહિ જાય ખાતર કૌભાંદીઓ સામે કડકમાં કડક પગલા લેવાશે તેમાં કોઈ શંકા નથી..

ABOUT THE AUTHOR

...view details