પાકિસ્તાનથી આઠ વર્ષ અગાવ ભારત આવી આણંદના સ્થાયી થયેલા પરિવાર દ્વારા આણંદમાં આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 38 જેટલા પાકિસ્તાની નાગરિકો મૂળ પાકીસ્તાનથી આઠ વર્ષ અગાવ ભારતમાં વિઝીટર વિઝા પર આવ્યા બાદ લોન્ગ ટર્મ રેસિડેનસી પરમીટ કઢાવી આશરો મેળવવામાં આવ્યો હતો.
પાકિસ્તાની શરણાર્થીઓએ NRC બિલને આવકાર્યુ
આણંદઃ સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નેસનાલિટી અમેટમેન્ટ એકટના સમર્થનમાં મૂળ પાકિસ્તાનથી ભારતમાં આવેલ નાગરિકો દ્વારા સરકારનો આભાર માન્યો હતો.
NRC બિલને પાકિસ્તાની સરણાર્થીઓએ આવકાર્યુ, સરકારનો માન્યો આભાર
જે લોકોને સરકારના નવા કાયદાને આવકાર્યો હતો અને હવે ભારતીય નાગરીકતા મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.પાકિસ્તાનમાં પોતાની માલ મિલકત મૂકી કાયમી ભારતના શરણે આવેલ નાગરિકોએ પાકિસ્તાનમાં તેમની સાથેની આપવીતી વર્ણવી હતી અને હવે ભારતમાં તેમને નવુ જીવન મળ્યાનો અનુભવ કરી રહ્યા છે.