આણંદઃ આજે આણંદ જિલ્લામાં એકપણ કોવિડ-19નો કેસ નોંધાયો નથી. જે જિલ્લા માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ / કોરોનાના 953 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કુલ કોવિડ-19ના 1040 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લા માટે રાહતના સમાચાર, સોમવારે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી
આજે આણંદ જિલ્લામાં એકપણ કોવિડ-19નો કેસ નોંધાયો નથી. જે જિલ્લા માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ / કોરોનાના 953 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. કુલ કોવિડ-19ના 1040 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું છે કે, જિલ્લામાં અત્યાર સુધી 87 કેસો નોંધાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન કોરોના મુક્ત થતા 75 દર્દીઓને રજા અપાઇ છે, કોરોનાની બીમારીથી 8 દર્દીઓના મોત નીપજ્યાં છે. નોન કોવિડના કારણે એક દર્દીનું મોત થયું છે.
હાલમાં કોરોનાના કુલ 3 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તે પૈકી બે કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે અને તેમજ એક કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી બે દર્દીઓ O2 ઉપર અને એક દર્દી હાલ સામાન્ય હાલતમાં છે.