ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવાનું લગભગ અઘરું બની જાય છે. ઉનાળામાં જાણે ઠંડક માટે ઠંડા પીણાનો જ સહારો કામ લાગે છે. છેલ્લા થોડા સમયથી ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે આ કાળઝાડ તાપમાં સૌથી વધુ ઠંડા પીણાંની માંગ રહેતી હોય છે અને લોકો તરસ છીપાવવા, આરોગ્યને નુકસાન પહોંચાડતા ઠંડા પીણાં હોંશે હોંશે પીતા હોય છે. ત્યારે અમુલે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી બજારમાં મેંગો, ઓરેન્જ, લીચી અને એપલ ફ્લેવર્સના ચાર એનર્જી ડ્રિંક્સ લોન્ચ કર્યા છે.
ઉનાળામાં પીઓ પેટ અને પોકેટને ઠંડક આપતું આ પીણું - and
આણંદઃ ઉનાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે અમુલ દ્વારા બજેટ એનર્જી ડ્રિન્ક લૉન્ચ કરવામાં આવ્યું છે. અલગ-અલગ ચાર નેચરલ ફ્લેવર્સમાં આ એનર્જી ડ્રિંક્સ માત્ર 10 રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે.
સ્પોટ ફોટો
આ એનર્જી ડ્રિંક્સની વિશેષતા એ છે કે, તેમાં પોષક તત્વોની સાથે ફ્રૂટના નેચરલ પલ્પ પણ ઉમેરવામાં આવ્યા છે. સાથે જ આ ડ્રિંક્સથી શરીરમાં 380KL કેલેરી પ્રાપ્ત થાય છે. આ ડ્રિંક્સમાં કોઈ એસેન્સ કે આર્ટીફીશીયલ ફ્લેવર્સનો ઉપયોગ ન કર્યો હોવાનું અમુલનું કહેવું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ એનર્જી ડ્રિંક્સ સસ્તું હોવાથી ગ્રાહકોના બજેટમાં પણ બંધ બેસે છે. આ ડ્રિંકનું પેકીંગ પણ વિશેષ ધ્યાન રાખી, અત્યારના યુવાનોને આકર્ષે તેવી પેટ બોટલમાં કરવામાં આવ્યું છે.
Last Updated : Apr 3, 2019, 3:51 PM IST