આણંદ: આ પ્રસંગે વડાપ્રધાને (PM modi on natural farming) મહારાષ્ટ્રના પદ્મશ્રી સુભાસ પાલેકરની ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી થકી ખેતીમાં આવતી વૃદ્ધિ અને ખેડૂતોને થતા લાભ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભ (The benefits of natural farming) અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આવેલ ખેડૂતોએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં આણંદના ભાલેજના પ્રગતિશીલ ખેડૂત કેતન પટેલે જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી સુભાસ પાલેકરની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેના કારણે તેમને નિભાવણી ખર્ચ ઓછો રહ્યો છે અને ઉપજ સારી મળી રહી છે.
Natural farming: ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પ્રાકૃતિક ખેતી ઉપભોગતાના સ્વાસ્થ્ય માટે ગુણકરી
જ્યારે હર્ષદભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશમાં રાસાયણીક તત્વ ન હોવાથી તે ઉપભોગતાના સ્વાસ્થ્ય માટે ગુણકરી સાબિત થાય છે. જે પ્રમાણે હાલ સમાજમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ રહી છે. તેવામાં આ ખેતી ખેડૂત અને ગ્રાહક બન્નેના લાભમાં સાબિત થઈ શકે (Natural farming is a blessing for farmers) છે. જ્યારે અન્ય એક ખેડૂત ભગવત ભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ખેતીથી ખેડૂતને મોટો આર્થિક ફાયદો થાય છે અને તેનાથી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારત બનાવવામા સરળતા રહેશે.
Natural farming: ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પ્રાકૃતિક ખેતી આ પણ વાંચો:National Conclave On Natural Farming: PM મોદીએ કહ્યું- 8 કરોડ ખેડૂતો જોડાયા, કૃષિ ક્ષેત્રમાં થશે બદલાવ
આ પણ વાંચો:50th Victory Day: દિલ્હીથી ઢાકા સુધી વિજયની ઉજવણી, PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ