- આણંદમાં સામૂહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો
- જીવનદીપ સોસાયટીમાં રહેતાં પરિવારના ત્રણ સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- માતા-પુત્ર અને પુત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- માતા અને પુત્રનું થયું મોત, પુત્રીની હાલત નાજૂક
માતા અને પુત્રનું થયું મોત, પુત્રીની હાલત નાજૂક
આણંદ: શહેરની જીવનદીપ સોસાયટીમાં પ્રકાશ શાહનો પરિવાર ઘણાં વર્ષોથી રહે છે. તેમના પરિવારમાં 38 વર્ષીય પત્ની ટીનાબહેન પ્રકાશભાઈ શાહ, 15 વર્ષાય પુત્રી સૃષ્ટિ પ્રકાશભાઈ શાહ, તથા 12 વર્ષીય પુત્ર મિત પ્રકાશભાઈ શાહનો સમાવેશ થતો હતો, પ્રકાશભાઈના પત્ની ટીનાબહેન, પુત્ર મિત અને પુત્રી સૃષ્ટિ દ્વારા ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ટીનાબહેન શાહ અને પુત્ર મિત શાહનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રીનેે સારવાર મળતાં તેની હાલતમાં સુધાર જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ આસપાસના તમામ વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચોઃસામૂહિક આપઘાત પહેલાંના સીસીટીવી મળ્યાં, બાળકો રમતાં-રમતાં મોતના ફ્લેટમાં પહોંચ્યાં
- કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી
હજુ સુધી આત્મહત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. મૃતકના પતિ પ્રકાશભાઈ શાહ આણંદમાં ટુર-ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં અને પાડોશીઓ પાસેથી મળતી માહિતી મુજબ પ્રકાશભાઈનો પરિવાર ખૂબ જ મિલનસાર સ્વભાવનો હતો. હસતા-રમતા પરિવારના સભ્યોએ કેમ આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું હશે તે અંગે કોઈ ચોક્કસ આધારભૂત માહિતી મળી શકી નથી. હાલ આણંદ ટાઉન પોલીસ આ ઘટનામાં જરૂરી તપાસ હાથ ધરી રહી છે. મૃતક ટીનાબહેન અને મિત શાહનું આણંદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. જે બંનેનો અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.
મૃતક ટીનાબહેન અને મિત શાહનું આણંદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો આ પણ વાંચોઃભાવનગરમાં સામુહિક આત્મહત્યાની ઘટનાઃ મૃતકે ગળેફાંસો લગાવતા પહેલા જણાવ્યું કારણ, વીડિયો વાઈરલ સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ 4 માર્ચે પ્રકાશભાઈ રાબેતા મુજબ પોતાની ઓફિસ જવા નીકળ્યાં બાદ આ ઘટના બની હતી. પુત્રીએ પિતાને ફોન પર જાણ કરી હતી જે બાદ દોડી આવેલા સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ પુત્રીની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે.