ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં 150થી વધુ પ્રાથમિક શિક્ષકોને અપાઇ કોરોના વેકસિન - india

ખંભાતને કોરોનાનું એપિક સેન્ટર ગણવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ખંભાતમાં મેડિકલ-પેરામેડિકલ, મામલતદાર ઓફિસ, નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફના જવાનોને કોરોના વેક્સિન આપ્યા બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના મુજબ પ્રાથમિક શિક્ષકોને વેક્સિન આપવામાં આવી હતી.

ખંભાતમાં 150 થી વધુ પ્રાથમિક શિક્ષકોને આજે મંગળવારે વેકસીન અપાઈ
ખંભાતમાં 150 થી વધુ પ્રાથમિક શિક્ષકોને આજે મંગળવારે વેકસીન અપાઈ

By

Published : Feb 9, 2021, 7:12 PM IST

  • ખંભાતના 150થી વધુ પ્રાથમિક શિક્ષકોને વેક્સિન આપવામાં આવી
  • ખંભાતમાં પ્રાથમિક શિક્ષકોને કોરોના વેક્સિન આપવાની શરુઆત
  • ઘણા સરકારી કર્મચારીઓ હજુ પણ વેક્સિન મૂકાવતા પહેલા ગભરાય છે

આણંદ :કોરોનાનું એપિક સેન્ટર ગણાતા ખંભાતમાં મેડિકલ-પેરામેડિકલ અને મામલતદાર, સિટી સર્વે, પોલીસ સ્ટાફના જવાનોને કોરોના વેક્સિન આપવાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ મંગળવારે ખંભાતમાં પ્રાથમિક શિક્ષકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. જેમાં ખંભાતની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદી મુજબ વેક્સિન આપવામાં આવી હતી.

વેકસિનથી કોઈ આડઅસર થતી નથી : ડૉક્ટર મનીષ પ્રજાપતિ

ખંભાતને કોરોનાનું એપિક સેન્ટર ગણવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ખંભાતમાં મેડિકલ-પેરામેડિકલ, મામલતદાર, ઓફીસ, નગરપાલિકા, તેમજ પોલીસ સ્ટાફના જવાનોને વેક્સિન આપ્યા બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સુચના મુજબ પ્રાથમિક શિક્ષકોને વેક્સિન લેવા ફરજ પાડવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિવેદિતાબેન ચૌધરીએ વેક્સિન મૂકાવી શિક્ષકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે, પ્રથમ દિવસે ખંભાતમાં સરકારી શાળાના 150 જેટલા શિક્ષકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

જો શિક્ષક તંદુરસ્ત હશે તો જ આગામી સમયમાં તે વિદ્યાર્થીઓને પણ સ્વસ્થ રીતે સ્વસ્થ મને સ્વસ્થ ચિત્તે ભણાવી શકશે

આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ગરાસીયાએ દરેક શિક્ષકોને ખાસ અપીલ કરી જણાવ્યું હતું કે, જિલ્લાના દરેક શિક્ષકોએ વેક્સિનથી ગભરાવવું જોઈએ નહીં. લોકોની ભ્રામક વાતોમાં આવ્યા વગર મુક્ત મને કોઈપણ જાતના ડર વગર આ વેક્સિન લેવી જોઈએ વેક્સિનથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. જો શિક્ષક તંદુરસ્ત હશે, તો જ આગામી સમયમાં તે વિદ્યાર્થીઓને પણ સ્વસ્થ રીતે, સ્વસ્થ મને, સ્વસ્થ ચિત્તે ભણાવી શકશે. આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરી સહિત ખંભાતના 150થી વધુ શિક્ષકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે. જે ખંભાત માટે ગૌરવપુર્ણ બાબત ગણી શકાય. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મનીષ પ્રજાપતિના જણાવ્યા મુજબ વેક્સિનથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. ઘણા બધા સરકારી કર્મચારીઓ હજુ પણ વેક્સિન મૂકાવતા પહેલા ગભરાય છે, પરંતું કોઈએ ગભરાવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details