- આણંદની બજારોમાં ઇટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક
- આગામી તહેવારને લઈને ઇટીવી ભારતનું રિયાલિટી ચેક
- રિયાલિટી ચેકમાં બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, તેવા સંજોગોમાં તહેવારોની સિઝનમાં બજારમાં ગ્રાહકોના ઘસારામાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઇ સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમોનું કેટલા અંશે પાલન થાય છે, તે અંગે Etv Bharat દ્વારા કરાયેલી રિયાલિટી ચેકમાં બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
આણંદ જિલ્લામાં સરકારની ગાઇડલાઇનને મીશ્ર પ્રતિસાદ સોશિયલ ડિસ્ટન્સ અને માસના નિયમોનું પાલન કરાવવું અતિ આવશ્યક
જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણના દર્દીઓના આંકડાને લઇને એક તરફ તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ દિવાળી દરમિયાન બજારમાં હોટલમાં ગ્રાહકોની ભીડ પર સોશિયલ ડિસ્ટન્સ અને માસના નિયમોનું પાલન કરાવવું અતિ આવશ્યક બની જતું હોય છે, તેવા સંજોગોમાં આણંદ જિલ્લાના બજારોમાં ગ્રાહકો અને વેપારીઓ દ્વારા કોરોના જેવી મહામારીની ગંભીરતા સમજી સરકારના નિયમોનું પાલન થાય તે અતિ આવશ્યક બની રહે છે.