- રાજ્ય સરકારે આંશિક નિયંત્રણો હટવટા બજારો ખુલ્યાં
- 30 દિવસના પ્રતિબંધો બાદ ખુલ્યા બજારો
- ગ્રાહકોની પાંખી હાજરી
આણંદઃરાજ્ય સરકારે વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી 37 જેટલા શહેરોના બજારોને લગતા નિયંત્રણો જાહેર કર્યા હતા. જેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયના વ્યવસાય બંધ રાખવા હુકમ કર્યો હતો, 30 દિવસ બજારો બંધ રહ્યા બાદ 21 મેંથી નિયત સમય માટે બજારો ખોલવા અનુમતિ આપવામાં આવી હતી. આણંદ શહેરમાં સવારે 9 કલાકથી બપોરના 3 કલાક સુધી બજાર ખુલ્લાં રાખવા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જરૂરી નિયમોના પાલન સાથે વેપાર, ધંધા તથા વ્યવસાય શરૂ કરવા છૂટછાટ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં લોકો કોરોનાને લઇ કેટલા જાગૃત..... જુઓ રિયાલિટી ચેક..
ETV Bharatનુ રિયાલિટી ચેક
ETV Bharat દ્વારા આણંદના સૌથી વધુ ભીડવાળા બજારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં મહદઅંશે વહેપારીઓ અને ગ્રાહકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નજરે પડ્યા હતા. ઘણા વેપારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પણ પડ્યા હતા. ઉલ્લેખનીય છેકે બજારમાં જામતી ભીડ કોરોના સંક્રમણને ફેલાવા માટે કારણભૂત બનતી હોય છે, વેપારીઓ તથા લોકો જો આ બેદરકાર રહેશે તો કોરોના સંક્રમણમાં ફરી વધારો થવાની સંભાવનાને નકારી ન શકાય
રાજ્ય સરકારે આંશિક નિયંત્રણો હટવટા બજારો ખુલ્યાં આ પણ વાંચોઃ રિયાલીટી ચેક: ભાવનગરમાં 13 PHC સેન્ટર પર 45 વર્ષથી વધુુ વયના લોકોને અપાઈ રહી છે વેક્સિન
કોરોના વાઇરસના 1,231 કેસ એક્ટિવ
આણંદ જિલ્લાના અત્યાર સુધીમાં 8,718 લોકો કોરોના સંક્રમિત થઇ યૂક્યા છે. હાલ જિલ્લામાં કોરોનાના 1,231 કેસ એક્ટિવ કેસ છે, જ્યારે 42 દર્દીઓ કોરોના ના કારણે મૃત્યુ પામ્યા છે તેવામાં તંત્ર ની અવાર નવાર કરવામાં આવતી અપીલ પોલીસ ના દંડનીય કાર્યવાહી તમામ છતાં હજુ પણ બજારમાં જોવા મળતા આ પ્રકાર ના દ્રશ્ય મહામારી માંથી દેશ ને બહાર લાવવા સામે જોખમ ઉભું કરતાં જોવા મળી રહ્યાં છે.
આણંદમાં બજારો ખુલ્યાં, કોવિડના ગાઇડલાઇનનું આંશિક પાલન થતું જોવા મળ્યું