ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાલો..કરમસદના મેમોરિયલમાં સરદાર પટેલના સંભારણાને વાગોળીએ... - Sardar Memorial

સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદમાં સરદાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે, ગામના ચોરામાં ખુબજ આકર્ષક અને રમણિય વાતાવરણમાં આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ચાલો..કરમસદના મેમોરિયલમાં સરદાર પટેલના સંભારણાને વાગોળીએ...
ચાલો..કરમસદના મેમોરિયલમાં સરદાર પટેલના સંભારણાને વાગોળીએ...

By

Published : Oct 31, 2020, 12:33 PM IST

  • કરમસદમાં સરદાર મેમોરિયલ બનાવવામાં આવ્યું
  • દેવેગોડા સરકારે તે સમયે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી
  • સરદાર પટેલના ઘરની મુલાકાત વડાપ્રધાન દેવેગોડાએ કરી હતી
  • આણંદઃ સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદમાં સરદાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે, ગામના ચોરામાં ખુબજ આકર્ષક અને રમણિય વાતાવરણમાં આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સરકારે આપી હતી મેમોરિયલ બનાવવા માટે ગ્રાન્ટ

દેશમાં જ્યારે દેવેગોડા સરકાર હતી તે સમયે સરદારના પૈતૃક ગામ કરમસદ અને તેમાં આવેલા સરદાર પટેલના ઘરની મુલાકાત વડાપ્રધાન દેવેગોડાએ લીધી હતી, ત્યારે ગ્રામજનોએ સરદાર પટેલ માટે એક મેમોરિયલ બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી. જેને માન આપી સરદાર પટેલનું મેમોરિયલ તેમના વતનમાં બનાવવામાં માટે દેવેગોડા સરકારે તે સમયે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી જે બાદ આ સુંદર ભવનના નિર્માણ માટેની પ્રથમ પહેલ શરૂ થઈ હતી.

જાણો કરમસદના મેમોરિયલમાં સરદારના સંભારણા વિશે
સરદારના મેમોરિયલ માટે લોકોએ ઉદાર હાથે દાન આપ્યું

સરદાર પટેલના મેમોરિયલના નિર્માણ માટે નાગરિકોએ અને રાજકીય અગ્રણીએઓ ઉદાર હાથે દાનની સરિતા વહાવી અને ગણતરીના વર્ષોમાં આ ભવનનો આકાર મેળવ્યો છે, જેનું નામ વીર વિઠ્ઠલભાઈ અને સરદાર પટેલના નામ પરથી રાખવામાં આવ્યું હતુ. આ ભવનમાં સરદાર પટેલ સાથે સંકળાયેલી ઘણી વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે.

સરદાર પટેલને આપવામાં આવેલી લોર્ડ માઉન્ટબેટનની યાદી

આ ભવનમાં સરદાર પટેલને લોર્ડ માઉન્ટ બેટન દ્વારા આપવામાં આવેલા પ્રકારનો સેટ પણ ઉપલબ્ધ છે. જેને ખૂબ જ કાળજીપૂર્વક કાચની પેટીમાં રાખીને અહીં પ્રદર્શિત કરાયો છે. સાથે 24 જાન્યુઆરી 1950ના દિવસે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલા સાલને પણ નહીં રાખવામાં આવી છે. 1991માં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નનું સર્ટિફિકેટ પણ સરદાર મેમોરિયલમાં સરદાર પ્રત્યેના દેશના આદરને રજૂ કરતું નજરે ચડે છે.

આમ કરમસદના સરદાર મેમોરિયલમાં સરદારના સંભારણા ખુબજ સાચવીને રાખવામાં આવ્યા છે. જેની મુલાકાતે આવતા લોકો આજે પણ આનાથી પ્રભાવીત થઈ સરદાર પટેલના જીવનથી પ્રેરણા મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details