ચીનના ચેન્ગરૂ પ્રાંતમાં આયોજિત ઓલ વર્લ્ડ પોલીસ ફાયર એન્ડ ગેમ્સની શૂટીંગ સ્પર્ધા ઓગસ્ટ માસમાં યોજાશે. જેમાં અનેક દેશના પોલીસ જવાનો તથા અન્ય સ્પેશ્યલ ફોર્સના નિશાને બાજ અને રમત વિર ભાગ લેશે. આ સ્પર્ધા માં ગુજરાત પોલીસની બ્રાન્ડ એમ્બેસેડર અને આણંદના વતની લજજા ગોસ્વામી પણ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ભારતની BSF, CRPF, CISF અને અર્ધલશ્કરી દળોની ટીમો પણ વિવિધ ગેમ્સમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં શૂટીંગ માટે જર્મન બનાવટની અત્યંત આધુનિક રાઇફલની આવશ્યકતા રહે છે. પરંતુ લજજા ગોસ્વામી પાસે આ પ્રકારની રાઇફલ ઉપલબ્ધન હોવાથી તે સ્પર્ધામાં દેશના અર્ધલશ્કરી દળ પાસે ઉપલબ્ધ આ પ્રકારની રાઇફલનો ઉપયોગ કરશે. આ સ્પર્ધા માટે લજજા ગોસ્વામી દિલ્હી ખાતે આવેલ એનઆરઆઇ (નેશનલ રાઇફલ એસો.ઓફ ઇન્ડિયા)માં આ વિશેષ પ્રકારની રાઇફલ સાથે પ્રેકટીસ કરી રહી છે.
નોંધનીય છે કે, ચીનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર લજજાએ ગુજરાતના આર્મ્સ યુનિટના ડી.જી.ને એક ભલામણપત્ર લખીને જર્મન બનાવટની આધુનિક રાઇફલ તેણીને ફાળવવા માંગ કરી હતી. જેથી રાજયના ગૃહવિભાગને આ રજૂઆત પહોંચતા ગૃહવિભાગે જર્મનીની રાઇફલ કંપની પાસેથી આધુનિક રાઇફલનું કવોટેશન મંગાવ્યુ હતું. જેમા રાઇફલના રૂ. 3.50 લાખ અને ૩ હજાર કારતૂસના રૂ. 9.50 લાખ મળીને કુલ રૂ. 12,95,780 રાજય સરકારે મંજૂર કર્યા હતા અને જર્મનીની કંપનીને સીધું પેમેન્ટ મોકલી અપાશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.
વર્ષ 2017માં અમેરિકામાં યોજાયેલ એક સ્પર્ધામાં લજજા ગોસ્વામીએ અમેરિકન સોલ્જરની રાયફલ ઉછીની લીધી હતી અને' પ્રથમ નંબર મેળવ્યો હતો.અમેરિકામાં વર્ષ 2017માં ઓલ વર્લ્ડ પોલીસ ફાયર એન્ડ ગેમ્સની શૂટીંગ સ્પર્ધામાં ભારત તરફથી લજજા ગોસ્વામીએ ભાગ લીધો હતો.
લજ્જા ગોસ્વામી ચીનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેશે પરંતુ શૂટીંગ સ્પર્ધા માટે અનુરૂપ આધુનિક રાઇફલ તેની પાસે ઉપલબ્ધ ન હતી. આથી એક અમેરિકન સોલ્જર પાસેથી આ સ્પર્ધા માટે રાઇફલ ઉછીની લઇને લજજાએ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં તેણીએ પ્રથમ નંબર સાથે 3 ગોલ્ડ, 1 સીલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સિદ્વિ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણીએ ભારત સાથે ગુજરાત પોલીસ અને ચરોતરનું નામ રોશન કર્યુ હતું.