- આજે લાભ પાંચમથી શહેરના બજારો ખુલ્યા
- સ્ટેશન રોડ,ત એવી રોડ, સરદાર ગંજ સહિતના બજારો ખુલ્યા
- વેપારીઓએ ભગવાનની પૂજા કરી ધંધો શરૂ કર્યો
આણંદઃલાભપાંચમના દિવસે ETV BHARAT દ્વારા આણંદ જિલ્લાના સુપર માર્કેટમાં આવેલ કપડાના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં વેપારીઓએ કોરોના ગ્રસ્ત દિવાળીના પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા, આણંદ જિલ્લાના વેપારીઓનું માનીએ તો સામાન્ય વર્ષોમાં થતા વેચાણની સરખામણીમાં ચાલુ વર્ષે વેંચાણમાં 35થી 40 ટકા ઘટાડો નોંધાયો છે.
આજે લાભપાંચમ બજારો પુનઃ ધબકતા બન્યા વેપારીઓએ નવા વર્ષમાં કોરોનાનો નાશ થાય અને ધંધા-રોજગાર ચાલે તેવી કરી પ્રાર્થના
નિષ્ણાતોનું માનીએ તો કોરોના અને તેના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે બજારમાં આવેલ આર્થિક મંદી એની પાછળ કારણભૂત કહી શકાય, પરંતુ આણંદ જિલ્લાના વેપારીઓ દ્વારા આજે લાભપાંચમે મુહૂર્ત કરી એક નવા ઉમંગ અને ઉત્સાહ સાથે ફરીથી વ્યવસાય ચાલુ કરવામાં આવ્યા છે. જેના કારણે બજારો પુન ધબકતા બન્યા હતા.
આજે લાભપાંચમ બજારો પુનઃ ધબકતા બન્યા શહેરમાં પણ વેપારીઓએ લાભ પાંચમનું મુરત કરી વેપાર-ધંધાની શરૂઆત કરી
વેપારીઓએ આશા વ્યક્ત કરી કે, આવનાર સમયમાં કોરોનાનો અંત આવે અને જનજીવન સામાન્ય બને જેથી કોરોના કારણે સુના પડી ગયેલ બજારો ફરીથી ગ્રહકોની ચાલપહથી ગુંજી ઉઠે અને વેપાર વેગવાન બને અને દેશનું અર્થતંત્ર મજબૂત કરવામાં મદદરૂપ થાય.
આજે લાભપાંચમે વેપારીઓએ મુહુર્ત કરતા બજારો પુનઃ ધબકતા થયા