ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો - કિસાન સૂર્યોદય યોજના

ખેડૂતોને રાત્રી ઉજાગરા ન કરવા પડે અને દિવસે વીજળી મળી રહે તેવા શુભ આશય સાથે ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનારી ઐતિહાસિક "કિસાન સૂર્યોદય યોજના" મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શરુ કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આ યોજના ધારાસભ્ય મયુર રાવલના હસ્તે શરૂ કરવામાં આવી છે.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

By

Published : Jan 12, 2021, 3:44 PM IST

  • રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજનાનો થઇ રહ્યોછે પ્રારંભ
  • ખંભાતમાં પણ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો
  • ધારાસભ્યના હસ્તે થયો પ્રારંભ

આણંદઃ ખેડૂતોને રાત્રી ઉજાગરા ન કરવા પડે અને દિવસે વીજળી મળી રહે તેવા શુભ આશય સાથે ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનારી ઐતિહાસિક "કિસાન સૂર્યોદય યોજના" મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શરુ કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આ યોજના ધારાસભ્ય મયુર રાવલના હસ્તે શરૂ કરવામાં આવી છે.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે સાસંદ મિતેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ ભીખા પટેલ, શહેર ભાજપ પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ, એમ.જી.વી.સી.એલ અધિકારી, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા પંચાયત-નગરપાલિકાના માજી સભ્યો, પેટલાદ તેમજ ખંભાત સિટી અને રૂરલ વિદ્યુતબોર્ડના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

ધારાસભ્યએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખેડૂતોના હિતમાં વાત કરી

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મયુર રાવલે કૃષિ મહોત્સવના માધ્યમ થકી ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર માટેની રાજ્ય સરકારની "સાત પગલાં કિસાન કલ્યાણના"જેવી સંવેદનશીલતાની વાત કરી હતી.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details