- ખંભાત નગરપાલિકાની લાખોની વેરા વસૂલાત બાકી
- ઉમેદવારી નોંધાવનારા અનેક નેતાઓની વેરા ભરપાઈ બાકી
- ખંભાત પાલિકાની 62 લાખ 27 હજારની વેરા વસુલાત સરકારી કચેરીઓની બાકી
ખંભાત નગરપાલિકાની લાખોની વેરા વસૂલાત બાકી - Tax collection of 62 lakh 27 thousand of government offices
ખંભાત પાલિકા દ્વારા વેરા વસૂલાત બાબતે સામાન્ય માણસોના ઘર ઢોલ નગારા વગાડી ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત નોટીસો ફટકારવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ખંભાતની વિવિધ સરકારી કચેરીઓનો લાખો રૂપિયાનો વેરો બાકી છે. નગરપાલિકા દ્વારા કોઈ પગલા ન લેવાતા શહેરીજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જોકે, નગરપાલિકા ચીફ ઓફિસરને વહીવટદાર તરીકે નિમણૂક મળતા 32 લાખ 24 હજારનો વેરો વસૂલ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ખંભાત :નગરપાલિકામાં અનેક મોટા માથાઓ તથા રાજકારણીઓના ઘર દુકાનો તથા ઓફિસોના વેરા ભરવાના બાકી છે. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવનારા અનેક નેતાઓની વેરા ભરપાઈ બાકી હોવાથી તેઓ દ્વારા વેરાની ભરપાઈ માટે નગરપાલિકામાં લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતા અનેક લોકોના વેરા બાકી હોઇ નગરપાલિકા દ્વારા ઘેર-ઘેર ઢોલ નગારા વગાડી વેરાની વસૂલાત કરાઈ હોવાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે.