ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પદભાર સંભાળતાં IPS પ્રવીણ કુમાર, વ્યક્ત કરી નેમ - IPS Praveen Kumar Introduction

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક ( Anand Superintendent of Police ) તરીકે આઇપીએસ પ્રવીણ કુમારે ( IPS Praveen Kumar ) પદભાર સંભાળી લીધો (IPS Praveen Kumar taken charge) છે. આ અવસરે તેમણે આગામી સમયમાં ચૂંટણી વ્યવસ્થાઓ સહિત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિરાકરણ અને સાયબર ક્રાઇમની બાબતને પણ અગ્રીમતાના ધોરણે હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી.

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પદભાર સંભાળતાં IPS પ્રવીણ કુમાર, વ્યક્ત કરી નેમ
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પદભાર સંભાળતાં IPS પ્રવીણ કુમાર, વ્યક્ત કરી નેમ

By

Published : Sep 22, 2022, 6:48 PM IST

આગામી વિધાનસભા ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે હાલમાં રાજ્યમાં પોલીસ વિભાગના આઇપીએસ અધિકારીઓની બદલી કરાવામાં આવી હતી. જેમાં આણંદના પોલીસ અધિક્ષક ( Anand Superintendent of Police ) અજિત રાજ્યનની પણ બદલી કરવામાં આવી હતી. અજિત રાજયનના સ્થાને ભારતીય પોલીસ સેવાની ગુજરાત કેડરના વર્ષ 2016 બેચના આઇપીએસ અધિકારી પ્રવીણ કુમારે (IPS Praveen Kumar ) આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો પદભાર સંભાળી લીધો (IPS Praveen Kumar taken charge)છે.

આ પહેલાંના પદભારયુપીએસસી પરીક્ષા પાસ કરી આઇપીએસ બન્યા બાદ પ્રવીણ કુમારે (IPS Praveen Kumar ) કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લઈ સૌપ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. ત્યારબાદ દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે અને એ પછી તેમની નિમણૂક રાજકોટ શહેરમાં ડીસીપી ઝોન 1 ખાતે થઇ હતી. અહીં તેઓએે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

આઇપીએસ પ્રવીણ કુમારનો પરિચય33 વર્ષીય પ્રવીણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર (IPS Praveen Kumar ) ના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પૂના ખાતે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતાં. જેના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈમાં થયો હતો. ત્યારબાદ તેમણે આઈઆઈટી બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી( IPS Praveen Kumar Introduction) બન્યાં.

કાર્યની પ્રાથમિકતાઓ જણાવીપોલીસ અધિક્ષક પ્રવીણ કુમારે (IPS Praveen Kumar ) એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મારી કારકિર્દીની શરૂઆતથી આજ દિન સુધીની મારી ફરજ દરમિયાન સૌ પ્રથમવાર મને આણંદ જિલ્લામાં પોલીસ અધિક્ષક ( Anand Superintendent of Police ) તરીકે સ્વતંત્ર કામ કરવાનો અવસર (IPS Praveen Kumar taken charge)પ્રાપ્ત થયો છે. તેમણે આણંદ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના કાર્યને પ્રાધાન્ય આપવાનું જણાવી આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેને પ્રાથમિકતા આપવાની સાથે જિલ્લાની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય અને સાયબર ક્રાઇમની બાબતને પણ અગ્રીમતાના ધોરણે હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details