ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોનાના કુલ 305 કેસ, 120 ખંભાત શહેર-ગ્રામ્યના, 90 આણંદ શહેરના

આણંદ શહેર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ નવા નવા વિસ્તારોમાં કોરોનાનો ચિંતાજનક પગપેસારો નોંધાઇ રહ્યો છે. નવા વિસ્તારોમાં નોંધાતા પોઝિટિવ દર્દીઓના કારણે સ્થાનિકોમાં ડર વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાનું સંક્રમણ લોકલ ચેપના કારણે છે કે, બજારોમાં બેદરકારીપૂર્વક હરતા ફરતા સંક્રમિત લોકોના કારણે છે, તે અવઢવ તંત્ર અનુભવી રહ્યું છે.

By

Published : Jul 12, 2020, 2:01 PM IST

આણંદ
આણંદ

આણંદ: શહેરમાં છેલ્લા પખવાડિયામાં કોરોના સંંક્રમિતોના આંકડો ભયજનક રીતે વધી રહ્યો છે. આ સાથે ખંભાત અને બોરસદમાં નવા નવા વિસ્તારોમાં કેસો સામે આવી રહ્યાં છે. જેમાં આણંદમાં 2, બોરસદમાં 2 તથા વિદ્યાનગર, ખંભાત, જલુંઘ અને સારસામાં 1-1 મળીને કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આમ, છેલ્લા 72 કલાકમાં આણંદ શહેરમાં 9 અને જિલ્લામાં કુલ 30 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય સહિત વહીવટી તંત્ર પણ સંક્રમણને અટકાવવા કવાયત કરી રહ્યું છે. આણંદમાં નોંધાયેલા બે કેસો પૈકી સરદાર ગંજમાં આવેલ શુકલા ટ્રેડિંગ કંપનીના માલિકને તાજેતરમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેઓના પરિવારના 70 વર્ષીય કુસુમબેન શુકલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત શહેરના 100 ફુટ રોડ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય ઇલ્યાસભાઇ વહોરા પણ પોઝિટિવ દર્દી તરીકે નોંધાયા છે. આ પણ લોકલ કમ્યુનિટી સંક્રમણ હોવાનું તંત્રનું માનવું છે.

આણંદમાં કોરોનાના 305 કેસ ,120 ખંભાત શહેર, ગ્રામ્ય તથા 90 આણંદ શહેરના

આ ઉપરાંત વિદ્યાનગરમાં નાના બજારમાં આવેલ યુનિ. ગેસ્ટ હાઉસ સામે લોપા મુદ્રામાં રહેતા 83 વર્ષીય માયાબેન દેસાઇ, સારસામાં સૈયદવાડામાં રહેતા 50 વર્ષીય રબીયાબેન સૈયદ, ખંભાત તાલુકાના જલુંધમાં નીલકંઠ નગરમાં રહેતા 18 વર્ષીય રાજકુમાર પટેલ, બોરસદમાં વાવડી મહોલ્લાના 60 વર્ષીય અમીનાબીબી મલેક અને અરેબિયા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રેહાના મલેક તથા ખંભાતમાં ખેડાવાળાની પોળમાં રહેતા 81 વર્ષીય બંસીભાઇ પંચાલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કુલ 305 દર્દીઓ તંત્રના ચોપડે નોંધાયા છે. જેમાં 120 ખંભાત શહેર, ગ્રામ્ય તથા 90 આણંદ શહેરના છે.

ABOUT THE AUTHOR

...view details