- આણંદ લાંભવેલ હનુમાન મંદિરના જીર્ણોદ્ધારની તૈયારીઓ શરૂ
- લાંભવેલમાં 500 વર્ષ જુનું સ્વયંભૂ હનુમાન મંદિર આવેલું છે
- હનુમાનજીના જન્મ સ્થળ હમ્પી કર્ણાટકથી લાંભવેલમાં લાવવામાં આવશે શીલા
આણંદઃ આણંદ પાસે આવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિર લાંભવેલના મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને મંદિર નિર્માણ સમિતિ અને ભક્તો દ્વારા હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવામાં આવશે
આણંદના લાંભવેલ હનુમાન મંદિર માટે શીલા હમ્પીથી લવાશે, ભક્તજનો હમ્પી જવા રવાના - હનુમાન મંદિર શીલા
આણંદ પાસે આવેલા સ્વયંભૂ હનુમાનજી મંદિર લાંભવેલના મંદિરના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને મંદિર નિર્માણ સમિતિ અને ભક્તો દ્વારા હનુમાન જન્મ સ્થાન હમ્પી કર્ણાટકથી શીલા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Annad
લાંભવેલ હનુમાન મંદિર 500 વર્ષનો ઇતિહાસ ધરાવે છે, જે સ્થાનિક કક્ષાએ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ હોવાથી આ મંદિરનો મહિમા ઘણો વધી ગયો છે. આણંદ શહેરથી નડીઆદ તરફ 7 કિલોમીટર દૂર આવેલા આ પ્રસિદ્ધ હનુમાન મંદિરના નવનિર્માણ (જીર્ણોદ્ધાર) માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં સૌ પ્રથમ વખત હનુમાન મંદિરમાં એક એવી શીલાની સ્થાપના થશે જે હનુમાનજીના જન્મ સ્થાન હમ્પીથી લાવવામાં આવી હોય.