ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાને કરાવ્યો આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના મિશન ગ્રીન અર્થ ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

ગુજરાતના આજે આણંદ જિલ્લાના આંકલાવાડી ખાતે આવેલા રવિશંકર મહારાજના આશ્રમની મુલાકાતે હતા. આ સંસ્થા (Art of Living Institute) દ્વારા હાથ ધરવામાં આવેલા ગ્રીન અર્થ ગ્રીન પ્રોજેક્ટ (Mission Green Earth Project) ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાને કરાવ્યો આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના મિશન ગ્રીન અર્થ ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ
મુખ્યપ્રધાને કરાવ્યો આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના મિશન ગ્રીન અર્થ ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

By

Published : Sep 23, 2022, 8:31 PM IST

આણંદમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના આંકલાવાડી ખાતે આવેલા શ્રી શ્રીરવિશંકર મહારાજના આશ્રમની (Ravi Shankar Maharaj Ashram) સૌજન્ય મુલાકાત લઈને સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ થકી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન ગ્રીન અર્થ (Mission Green Earth) ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવ્યો હતો.

આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં મિશન ગ્રીન અર્થ ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

આપણું ગુજરાત, હરિયાળુ ગુજરાત મુખ્યપ્રધાન આ પ્રસંગે જણાવ્યું હતુ કે, સરકારનું કામ છે, પ્રજાજનોની સેવા માટે પ્રત્યેક મિનિટનો સદુપયોગ થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું. સરકારના આવા પ્રયાસોમાં, ગુજરાત હરિયાળું બને તે માટેના કાર્યમાં જ્યારે આર્ટ ઓફ લીવીંગ જેવી સંસ્થાઓ (Art of Living Institute) આપણું ગુજરાત, હરિયાળુ ગુજરાતના શુભ સંકલ્પ સાથે જોડાય છે, ત્યારે તે કાર્યમાં દિવ્ય ઊર્જાનો સંચાર થતો હોય છે. મુખ્યપ્રધાને આ તકે શ્રી શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે લોકોની વધુ સારી સેવા કરવા માટેની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.

વૃક્ષારોપણ બાદ મુખ્યપ્રધાન કેવડિયા જવા રવાના થયા

ગુજરાતની પ્રગતિ, સમૃધ્ધિ રવિશંકર મહારાજે મુખ્યપ્રધાને આવકારતા જણાવ્યું હતુ કે, ગુજરાતની પ્રગતિ, સમૃધ્ધિ માટે ખુબ ટુંકા સમયમાં ઘણું સારું કાર્ય થયું છે. તેમણે ગુજરાત ગ્રીન બને તે માટે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા આપણું ગુજરાત, હરિયાળું ગુજરાતની મુહિમમાં સહભાગી બનવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યપ્રધાને શ્રી શ્રીરવિશંકર મહારાજે આવકાર્યા હતા, કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યપ્રધાનનું વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજના હસ્તે આંકલાવડી આશ્રમ ખાતે બીલીપત્ર, શ્યામ તુલસી, પીપળો, શિર ચંપો, લીંબુ, મીઠો લીમડો અને એલોવેરાના વૃક્ષારોપણ થકી (Green Gujarat campaign started tree plantation) ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને (Environmental Protection Concept) પૂર્ણ કરવા આર્ટ ઓફ લીવીંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ પ્રોજેક્ટ (Mission Green Earth Project) શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણું ગુજરાત, હરિયાળુ ગુજરાતના મંત્રને સાકાર કરવા ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી (Miyawaki method in Gujarat) 1000 કરોડ વૃક્ષો વાવવામાં આવશે.

પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોનું મહત્વકલાઈમેટ ચેન્જના કારણે આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની અનેકવિધ સમસ્યાઓ ઉભી થઈ રહી છે, ત્યારે વૃક્ષારોપણથી માત્ર શુદ્ધ હવા જ નહીં પરંતુ વરસાદમાં વધારો, પાણીના સ્તરની જાળવણી અને જમીન ધોવાણ અટકાવવા જેવા અનેકવિધ ફાયદા થાય છે. તેથી પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખીને, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિયાવાકી અને પરંપરાગત વૃક્ષારોપણપધ્ધતિ (Traditional planting method) દ્વારા લગભગ 1000 કરોડ વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

વૃક્ષારોપણ અને સંવર્ધનની જવાબદારીઆ પ્રોજેક્ટ હેઠળ સંસ્થા દ્વારા હોમ નર્સરી, તકનીકી કુશળતા, શારીરિક યોગદાન, વૃક્ષારોપણ અને સંવર્ધનની જવાબદારી અંગે જન જાગૃતિ ફેલાવી સંસ્થાઓ અને લોકોને આપણું ગુજરાત, હરિયાળું ગુજરાતની મુહિમ સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજ દેસાઈ, સાંસદ મિતેશ પટેલ, કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, અગ્રણી વિપુલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રદીપ સાથે સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details