- અનલોક બાદ સોના ચાંદીના વ્યવસાયમાં 30 થી 40 ટકા વેચાણ
- તહેવારોમાં સોના ચાંદીના વેચાણમાં નોંધાયો વધારો
- પુષ્ય નક્ષત્ર કરતા ધનતેરસના દિવસે વેચાણ વધ્યું
- સોનાના ભાવમાં 2 હજારનો ઘટાડો નોંધાયો
- લગ્નની ખરીદીની પણ બજારમાં થઇ શરૂઆત
આણંદઃ બજારમાં તેજી સાથે સોના ચાંદીની ખરીદીમાં જામ્યો રંગ, જુઓ અમારો ખાસ અહેવાલ - દિવાળી
તહેવારોની ઉજવણીમાં સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદના સોની બજારમાં ગ્રાહકોનો ઘસારો વધવા પામ્યો હતો. જેથી સોના ચાંદીના વહેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આણંદ: તહેવારોની ઉજવણી અને સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદના સોની બજારમાં ગ્રાહકોનો ઘસારો વધવા પામ્યો હતો. જેથી સોના ચાંદીના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લોકડાઉનની સોના-ચાંદીના વેચાણમાં અસર
કોરોના મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ જ્યારે અનલોકમાં વ્યવસાય રોજગારને વિશેષ નિયમો સાથે છુટછાટ આપવામાં આવ્યા છે, ત્યારે સોના ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓને વિકટ સમયનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન સોના ચાંદીના વેચાણમાં 30 થી 40 ટકા જેટલું વેચાણ થતું હતું. વેપારીના જણાવ્યા અનુસાર આ સમય મોટા ભાગના વેપારીઓ આવનાર સમયને લઈ ચિંતિત હતા. બીજી તરફ સોનાના ભાવમાં પણ સતત વધારો થયો હતો. જેને કારણે સામાન્ય માણસો માટે સોનાની ખરીદી કરવી સ્વપ્ન સમાન સાબિત થયું હતું.