ગુજરાત

gujarat

ETV Bharat / state

Umreth nagar pakila Scame: ઉમરેઠ નગર પાલિકામાં શૌચાલય કૌભાંડ મામલે 16 સભ્ય સહિત એન્જીનિયર અને એકાઉન્ટન્ટને પ્રાદેશિક કમિશનરનું તેડું - પીએમ નરેન્દ્ર મોદી

ઉમરેઠના બે જાગૃત નાગરિકોએ ઉમરેઠ નગરપાલિકાએ શૌચાલય બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવી ફરિયાદ પ્રાદેશિક કમિશનરને કરી છે. જેના આધારે પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ શરૂ કરતાં ઉમરેઠ નગરપાલિકાના 16 જેટલાં સભ્યો અને એકાઉન્ટન્ટ સહિતના લોકોને તપાસ માટે બોલાવ્યા છે. આ મામલે ઉમરેઠ પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને શૌચાલય બાંધનાર કોન્ટ્રાક્ટર વચ્ચે કમિશનની માંગ કરતી વાતચીતનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો છે.

Umreth narga palika
Umreth narga palika

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 12:21 PM IST

આણંદ:એક તરફ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરે છે, ત્યાં બીજી તરફ ભ્રષ્ટાચારના કારણે ભાજપ સરકારને છાપને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે, અને આ ઘટના છે ઉમરેઠ નગર પાલિકાની. ઉમરેઠ નગર પાલિકા શૌચાલય કૌભાંડ મામલે ચર્ચાનો વિષય બની છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારના પુરાવાને મજબૂત કરતી આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ઉમરેઠ પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને શૌચાલય બાંધનાર કોન્ટ્રાક્ટર વચ્ચે કમિશનની માંગ કરતી વાતચીતનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો છે. જોકે આ સમગ્ર મામલે હાલમાં ઉમરેઠના જાગૃત નાગરિકો દ્વારા ઉમરેઠ પાલિકા સામે પ્રાદેશિક કચેરી ખાતે લડત ચાલી રહી છે. જે અંતર્ગત વડોદરા પ્રાદેશિક કચેરીએ ઉમરેઠ પાલિકાના 16 સભ્ય અને એન્જિનિયર સહિત એકાઉન્ટન્ટને ૭ નવેમ્બર 2023ના રોજ લેખિતમાં જવાબ આપવા માટે હાજર થવાનું ફરમાન જાહેર કર્યુ છે.

ઉમરેઠના બે જાગૃત નાગરિકે શૌચાલય કૌભાંડ મામલે કરી ફરિયાદ

પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ :આણંદ જિલ્લાની ઉમરેઠ નગરપાલિકાએ વડાપ્રધાન મોદીના ઘર ઘર શૌચાલયના મહત્વકાંક્ષી અભિયાનને કલંક લગાડ્યું હોય તેવી ઘટના સામે સામે આવી છે. ઉમરેઠના બે જાગૃત નાગરિકોએ ઉમરેઠ નગરપાલિકાએ શૌચાલય બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવી ફરિયાદ પ્રાદેશિક કમિશનરને કરી છે. જેના આધારે પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ શરૂ કરતાં ઉમરેઠ નગરપાલિકાના 16 જેટલાં સભ્યો અને એકાઉન્ટન્ટ સહિતના લોકોને તપાસ માટે બોલાવ્યા છે.

ઉમેરઠમાં શૌચાલય કૌભાંડ મામલો

600 શૌચાલયમાં કૌભાંડ:ઉમરેઠ નગરપાલિકાના વિસ્તારમાં આશરે એક હજાર ઉપર શૌચાલય બનાવવામાં આવ્યા છે, એક હજાર પૈકી 750 જેટલા શૌચાલયના રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. જેમાંથી 600 જેટલા શૌચાલયમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ કરી છે. ઉમરેઠના વ્યાસ કુવા, સ્ટેશન રોડ, હરીનગર, રોહિત વાસ સહિત અનેક વિસ્તારોમાં આ ભ્રષ્ટાચારી શૌચાલય ખંડેર હાલતમાં જોવા મળ્યા છે. ઉપરાંત આવા આ શૌચાલય ઉપર કોઈ પાણીની ટાંકી નથી બનાવવામાં આવી કે કોઈ ખાર કૂવા બનાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં અમુક શૌચાલય તો પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત પણ થઈ ગયા છે. હલકી ગુણવત્તાથી બનાવવામાં આવેલા આ શૌચાલયના કારણે લાભાર્થી આ શૌચાલયનો ઉપયોગ પણ નથી કરી શકતા અને કાગળ પર લાભ મેળવનાર આ લાભાર્થીઓ ખુલ્લામાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે.

નપા પ્રમુખ પતિ-કોન્ટ્રાક્ટરનો ઓડિયો વાઈરલ: હાલ તો આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, એમાં પણ આ મામલે ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ પતી અને કોન્ટ્રાકટર વચ્ચેની વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે. જેમાં બન્ને વચ્ચે પૈસાની લેતી દેતીની વાતચીત સ્પષ્ટ પણે સંભાળવા મળી રહી છે. જોકે, ઈટીવી ભારત આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી.

  1. Anand Collector Office News Update: બહુ ચકચારી આણંદ કલેકટર ઓફિસ વીડિયો કાંડના 3 આરોપીઓના જામીન નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
  2. Anand News : આણંદના કલેકટરના વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો, કેબિનમાં સ્યાય કેમેરા લગાવવાનું ષડયંત્ર

ABOUT THE AUTHOR

...view details