ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. ગુજરાતના ઉમેદવારો માટે આજનો દિવસ જેટલો મહત્વનો છે, એટલો જ મહત્વનો મતદારો માટે પણ રહ્યો. જેના માટે લગ્ન મંડપથી માંડીને હોસ્પીટલથી લોકો મતદાન માટે મથકો સુધી પહોંચ્યા હતા. આણંદમાં આજે એક અનોખો કિસ્સો જોવા મળ્યો જેમાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક દર્દીએ,, મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં હોસ્પિટલના સત્તાધીશોએ તેમને સહયોગ આપ્યો હતો. આણંદમાં એક દર્દીની ગઇકાલે જ સર્જરી થઇ હોવા છતાં આજે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
ગુજરાતમાં મતદાનનો અનેરો ઉત્સાહ, ક્યાંક દુલ્હન તો ક્યાંક દર્દીએ કર્યું વોટિંગ - election
આણંદ: ત્રીજા તબક્કાના મતદાન માટે ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના પર્વની ઉજવણી માટે આણંદમાં દુલ્હનથી લઇને દર્દીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ દર્દીને પથરીનો દુખાવો થતા ગઇકાલે તેઓ ઝાયડસ હોસ્પીટલમાં દાખલ થયા હતા અને ગઇકાલે જ હોસ્પીટલના સર્જન ડૉ. પરાગ પટેલે લેપરોસ્કોપીથી તેમની સર્જરી કરી હતી. દર્દી દ્વારા મત આપવાની ઇચ્છા દર્શાવતા હોસ્પીટલ કો -ઓરડીનેટર, નર્સ અને અટેન્ડેન્ટ સાથે ઝાયડસની એમ્બુલસમાં મતદાન કેન્દ્ર પર તેમને પહોંચાડવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિ અને ઊંચું તાપમાન હોવા છતાં પણ દર્દી એ પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી, જેમાં તેમનો પૂરો સહયોગ ડોક્ટર અને હોસ્પીટલના અધિકારીઓએ આપ્યો હતો.
એક મતની કેટલી કિંમત છે તેની વાત કરીએ તો ભૂતકાળમાં રાજસ્થાનમાં સી પી જોશી,, એક વોટથી હારી ગયા હતા અને એ વોટ એમનો પોતાનો હતો,જે તેઓ નાખવા ન જઈ શક્યા હતા. વર્ષ 1998માં અટલ બિહારી બાજપાઈ એક વોટથી હારી જતાં સરકાર ગબડી ગઇ હતી. ત્યારે લોકશાહીમાં એક મત કેટલો કિંમતી છે તેનું ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો આણંદમાં જોવા મળ્યો છે.