- તૌકતે વાવાઝોડાની ફળો પર અસર
- મોટો ભાવ વધારો આવવાના એંધાણ
- સૌરાષ્ટ્રમાં આવેલા વાવાઝોડાથી થયેલા નુકસાનની અસર : વેપારી
આણંદ : એક તરફ કોરોના દર્દીઓ માટે રોગપ્રતિકારક શક્તિ વધારા માટે ફળોનું સેવન કરવું સલાહભર્યું બની રહ્યું છે, ત્યારે દર્દીઓ માટે લાભદાયક ફળો પર ભાવ વધારાનું સંકટ જોવા મળી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે આ સ્થિતિની સીધી અસર બજારમાં ફળની આયાત પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : તૌકતેના કારણે રાજ્યના 25,000 જેટલા ઈંટ ઉત્પાદકોને 250 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
વાવાઝોડામાં પડી ગયેલી કેરીઓના ભાવ ઓછા થયા
આણંદ જિલ્લામાં તૌકતે વાવાઝોડા બાદ હાલ કોરોનામાં દર્દીઓ માટે સહાયક નાળીયેર અને સંતરા સાથે કેરીનો ભાવ પણ વધે તેવી શકયતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા 40 વર્ષથી ફળોના જથ્થાબંધના વેપારી દીપિલભાઈ રેવાચંદ ટીકયાણીએ જણાવ્યું હતું કે, હાલમાં જ આવેલા વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફળોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જે હાલમાં કેરીનો અને નાળિયેરનો ભાવ વધી જવાની સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં વાવાઝોડામાં પડી ગયેલી કેરીઓના ભાવ ઓછા થયા છે. જે આગામી દસ દિવસ બાદ ભાવ વધી જશે. સાથે કોરોના દર્દીઓ માટે સ્વાસ્થ વર્ધક નાળિયેરના ભાવ પહેલાંથી જ ઉંચા હતા. જેમાં પહોંચેલા નુકસાનને કારણે તેના ભાવ પણ વધે તેવી શક્યતાઓ વધી રહી છે.
આણંદમાં ફળોના ભાવ આસમાને પહોંચ્યા