ગુજરાત

gujarat

ETV Bharat / state

EXCLUSIVE: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્ષ 1992માં બન્યા હતા આણંદના મહેમાન

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે સોમવારના રોજ નિધન થયું છે. જેની જાણકારી તેમના પુત્ર અભિજીત મુખર્જીએ આપી હતી. પ્રણવ મુખર્જીના નિધના સમાચાર સાંભળી સમગ્ર દેશ સહિત રાજકારણની દુનિયામાં શોક છવાયો છે.

pranab Mukherjee
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્ષ 1992માં બન્યા હતા આણંદના મહેમાન

By

Published : Aug 31, 2020, 7:13 PM IST

આણંદઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે સોમવારના રોજ 84 વર્ષની વયે નિધન થયું છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 1992માં તેઓ આણંદ જિલ્લામાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ફોર રૂરલ (IRMA) મેનેજમેન્ટની 11મી બેચના દિક્ષાન્ત સમારંભમાં હાજરી આપી હતી. તે સમયે પ્રણવ મુખર્જી દેશના પ્લાનિંગ કમિશનના ચેરમેન પદે સેવા આપી રહ્યા હતા.

IRMA મેનેજમેન્ટના દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી તે સમયનો ફાઇલ ફોટો

તે દિવસને યાદ કરતા IRMAના ડાયરેક્ટર હિતેશ ભટ્ટે ETV BHARAT સાથે તે સમયની યાદો તાજી કરી હતી.

IRMA મેનેજમેન્ટના દિક્ષાંત મારોહમાં હાજરી આપી હતી તે સમયનો ફાઇલ ફોટો

તેમણે જણાવ્યું હતું કે, પ્રણવ મુખર્જી ખૂબ જ સરળ અને નિખાલસ સ્વભાવના વ્યક્તિ હતા. તેમની ખોટ દેશમાં કાયમ રહેશે.

IRMA મેનેજમેન્ટના દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી તે સમયનો ફાઇલ ફોટો

વધુમાં તેમણે જણાવ્યું કે, એપ્રિલ 1992માં તેઓ IRMAના 11માં દિક્ષાન્ત સમારંભમાં મુખ્ય અતિથિ તરીખે ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્ષ 1992માં બન્યા હતા આણંદના મહેમાન

ABOUT THE AUTHOR

...view details