આણંદમાં આવેલી જનતા ચોકડી પાસેના અર્થઆઇ કોમ્પલેક્ષ બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ બનાવી દીધું હતું. અચાનક બનેલી ફાયરીંગની ઘટનામાં હરિભાઈ ભરવાડ નામના શખ્સ ગોળી વાગવાથી ઘવાયા હતા. જેને તાત્કાલીક કરમસદ ખાતે કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે.
આણંદની જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ - SOGની ટીમ
આણંદ : શહેરની જનતા ચોકડી પાસે સોમવારે મોડી સાંજના ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિને ગોળી વાગવાથી ઈજા પહોંચી હતી. જેના પગલે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જનતા ચોકડી પાસે ફાયરિંગ, એક ઘાયલ
વિદ્યાનગર પોલીસ તથા આણંદ LCB અને SOGની ટીમ દ્વારા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.