- ખેતરમાં અચાનક આગ લાગતા ફાયરની ટીમ બોલાવાઇ
- ખેતરમાં મૂકાયેલા ઘાંસના પુળામાં આગ લાગી હતી
- ફાયરની 2 ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો
1. પાસે આવેલા 2. કાબુ 3. મુકાયેલા ઘાંસના પુળા 4. બળીને રાખ
1. પાસે આવેલા 2. કાબૂ 3. મૂકાયેલા ઘાંસના પૂળા 4. બળીને રાખ
આણંદ: જિલ્લાના તારાપુર પાસે આવેલા મોરજ ગામમા આજે બુધવારે વહેલી સવારે ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં આગ લાગવાના બનાવે અફરાતફરી સર્જી હતી. મોરજ ગામના રહેવાસી ગણપતભાઇના ખેતરમાં રાખેલા પૂડામાં વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેથી, આસપાસના રહેવાસીઓ અને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. છતાં, જોત-જોતામાં આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેતા આણંદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે જાણકારી મળતા જ 2 ફાયર ફાઇટર મોરજ માટે રવાના થયા હતા અને ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઓપરેશન ચાર કલાક જેટલું ચાલ્યું હતું.