ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદઃ ખંભાત શહેરમાં આર.આર.સેલની ટીમે રેડ પાડતા ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું

ખંભાત શહેરના કંસારી જીઆઇડીસી વિસ્તારમાં સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતું રાહત દરનું યુરિયા ખાતર ચોરી અને છળકપટથી મેળવી અન્ય માર્કવાળી થેલીઓમાં પેક કરી વધુ અનેક ઘણા ભાવો મેળવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. આરઆર સેલની ટીમે રેડ પાડી આ કૌભાંડ ઝડપ્યું છે.

ખંભાત શહેરમાં આર.આર.સેલની ટીમે રેડ પાડતા ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું
ખંભાત શહેરમાં આર.આર.સેલની ટીમે રેડ પાડતા ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું

By

Published : Dec 23, 2020, 4:55 PM IST

Updated : Dec 23, 2020, 5:15 PM IST

  • ખંભાતમાં ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું
  • આર.આર.સેલની ટીમે રેડ પાડી કૌભાંડ ઝડપ્યું
  • પોલીસે 2,82,585નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

આણંદઃ ખંભાત જીઆઇડીસી વિસ્તારમાં કેમ્બે સ્ટોન વર્ક અકીકના પથ્થર ચલાવનારી કંપનીના ગોડાઉનમાં સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવતું રાહત દરનું યુરિયા ખાતરને અન્ય માર્કવાળી થેલીઓ મા ભરી અનેક ગણા ભાવો મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોઇ આરઆર સેલની ટીમે રેડ પાડી હતી.

પોલીસે સીઆરપીસી 1020 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

આરઆર સેલની ટીમે રેડ પાડતા યુરિયા ખાતરની થેલીઓ નંગ 1060 જેની બજાર કિંમત બે લાખ ૭૬ હજાર ૨૮૫ ખાલી ખાતરની થેલીઓ નંગ 5300 જેની બજાર કિંમત 5300 થેલીઓ સીવવાના મશીન જેની બજાર કિંમત 1000 મળી કુલ 2,82,585નો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસી 1020 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાતર

અનેક મોટા માથાઓના નામ ખૂલવાની આશંકા

ખંભાત શહેરમાં યુરિયા ખાતરનું મસમોટું કૌભાંડ હાથ ઝડપાયું છે. જોકે, આ કૌભાંડ આચરનારા કોણ છે? ક્યાના છે? તે અંગે પોલીસ સૂત્રોને કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. બીજી તરફ શહેરમાં ચર્ચાતી વાતો મુજબ આ કૌભાંડ આચરનારા ભૂતકાળમાં પણ આ કૌભાંડ સાથે સંકળાયેલા હોવાની વાતો શહેરમાં ચર્ચાઈ રહી છે. આ કૌભાંડ પાછળ મોટા માથાઓના નામ ખુલશે તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

Last Updated : Dec 23, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details