ગુજરાત

gujarat

ETV Bharat / state

ધર્મજ બુથ પર બેઠેલા સરકારી અધિકારીઓ સામે જ થયું બોગસ મતદાન - AND

આણંદ: લોકસભા બેઠક પર ગત ૨૩ મી એપ્રિલના રોજ થયેલ મતદાનમાં ધર્મજ ૮ નંબર ના બુથ ઉપર બોગસ વોટીંગનું બનાવ સામે આવ્યો હતો. જેને ગંભીરતાથી લઇ ચુંટણીપંચ દ્વારા ૧૨ મેં ૨૦૧૯ ના રોજ ફેર મતદાન યોજ્યું હતું. ૨૩ મી એપ્રિલના રોજ મતદાન મથક પર ફરજ બજાવનાર પ્રિસાઇડિંગ ઓફિસર તથા મતદાન મથકના અન્ય સ્ટાફ જીવોની દેખરેખ હેઠળ બોગસ મતદાન થયું હતું. તે તમામ સાથે ધર્મજના સ્થાનિક રહીશો અને પ્રીસાઈડીંગ ઓફિસર સહીત ૪ વ્યક્તિઓ વિરુધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.

video

By

Published : May 17, 2019, 4:21 AM IST

ધર્મજ બુથ ૮/૨૩૯ માં ૨૩ મી એપ્રિલના રોજ ૩ થી ૪ દરમિયાન બપોરના સમયે બુથ મથક પર બેઠેલા સરકારી કર્મચારીઓની મદદથી બોગસ મતદાન કરવામાં આવ્યું હતું. આ સમયે મતદાન મથક પર પ્રીસાઈડીંગ ઓફિસર તરીકે દિલીપ પટેલ, કેયુર પટેલ, વર્ષાબેન પ્રજાપતિ , જયાબેન વણકર ફરજ પર હાજર હતા. તેમ છતાં તેઓ દ્વારા બોગસ મતદાન અટકાવવા બાબતે કોઈજ પગલા ભરવામાં આવ્યા ન હતા.

ધર્મજ બુથ પર બેઠેલા સરકારી અધિકારીઓ સામે જ થયું બોગસ મતદાન

તેમજ બોગસ વોટીંગ કરવા આવનાર વ્યક્તિઓના નામ પણ આપ્યા નથી અને તેમની મદદથી બોગસ મતદાન થયું છે. ત્યારે ફરજ પર ગેર વર્તણુક અને બોગસ મતદાનમાં મદદ કરવા જેવા આક્ષેપો સાથે જોનલ અધિકારી કિરીટ કુમાર ઠાકોરલાલ શાહ દ્વારા પેટલાદ રૂરલ પોલીસ મથકે પ્રીસાઈડીંગ ઓફિસર સહીત ૪ અધિકારીઓ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. પેટલાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details