ગુજરાત

gujarat

ETV Bharat / state

જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની તમામ બેઠકના EVM સ્‍ટ્રોંગરૂમમાં મૂકાયા - gujarat election 2021

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૈકી આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકા પંચાયતો આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા તથા 6 નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્વક યોજાઇ હતી.

મતગણતરી
મતગણતરી

By

Published : Mar 1, 2021, 10:36 PM IST

  • મતગણતરી કેન્‍દ્ર ખાતે કડક સુરક્ષા ગોઠવાઇ
  • CCTV કેમેરા દ્વારા મતગણતરી કેન્‍દ્ર ઉપર બાજ નજર
  • મંગળવારે સવારે મતગણતરી થશે શરૂ

આણંદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૈકી આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકા પંચાયતો આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા તથા 6 નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્વક યોજાઇ હતી. આ સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકા પંચાયતો આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા તથા 6 નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ નગર પાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થવાની છે.

મતગણતરી કેન્દ્ર ખાતે CCTVથી બાજનજર

મતગણતરી માટે નિશ્ચિત કરેલ 15 વિવિધ સ્થળે મતગણતરી કેન્‍દ્રમાં ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્‍ટની હાજરીમાં EVM સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્‍યાં હતા. મતગણતરી કેન્દ્ર ખાતે પેરામિલિટરી સહિત પોલીસનો ચૂસ્‍ત બંદોબસ્‍ત રાઉન્‍ડ ધી કલોક ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં મતગણતરી કેન્દ્ર ખાતે CCTVથી બાજ નજર રાખવામાં આવશે.

જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમ

  • 1
    આણંદ
    ડી.એન.હાઈસ્કૂલ, આણંદ
  • 2
    ઉમરેઠ
    સેંટ ઝેવિયર્સ સ્કૂલ (ગુજરાતી મીડીયમ), ઉમરેઠ
  • 3
    બોરસદ
    જે.ડી.આર કન્યા વિદ્યાલય તથા જે.ડી.પટેલ હાઈસ્કૂલ, બોરસદ
  • 4
    આંકલાવ
    આંકલાવ હાઈસ્કૂલ, આંકલાવ
  • 5
    પેટલાદ
    ન્યુ એજયુકેશન હાઈસ્કૂલ (સાયન્સ) તથા પ્રાયમરી વિભાગ,મુ.પેટલાદ
  • 6
    સોજીત્રા
    એમ.એમ.હાઈસ્કૂલ, સોજીત્રા
  • 7
    ખંભાત
    શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ તથા શ્રી એસ.કે.વાઘેલા, ઈગ્લીશખંભાત મુ.ખંભાત
  • 8
    તારાપુર
    એફ.કે.અમીન હોલ, સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર

નગ૨પાલિકા ચૂંટણીમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમ

  • 1
  • આણંદ
  • સરદાર પટેલ બેન્કવેટ હોલ, ડી.ઝેડ. પટેલ હાઈસ્કૂલ સામે, આણંદ
  • 2
  • ઉમરેઠ
  • નગરપાલિકા ટાઉન હોલ, બ્રહમાકુમારી પાસે, ઓડ બજાર પાસે, ઉમરેઠ
  • 3
  • બોરસદ
  • આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, બોરસદ
  • 4
  • પેટલાદ
  • સ્વામી સચ્ચિદાનંદ પ્રાર્થના હોલ, એન.કે.હાઈસ્કૂલ, પેટલાદ
  • 5
  • ખંભાત
  • શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ તથા શ્રી શ્રેયસ વ્યાયામ શાળા-ખંભાત
  • 6
  • સોજીત્રા
  • સી.બી.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, સોજીત્રા
  • 7
  • કરમસદ
  • કે.જી.હોલ, સી.જે.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, કરમસદ

ABOUT THE AUTHOR

...view details