આણંદ : ગુજરાતના 3,60,0000 દૂધ ઉત્પાદક બહેનો અને ભાઈઓ તરફથી ગુજરાતના નાણા પ્રધાન નીતીનભાઇ પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટને ખૂબ જ આવકારવામાં આવી રહ્યું છે. દૂધ ઉત્પાદકો માટે અનેક યોજનાઓ અને બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓને આવરી લેતું આ બજેટ ખૂબ જ લાભદાયી નીવડે તેવી આશા પશુપાલકોમાં જાગી છે. ત્યારે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર આર. એસ. શોઢીએ મુખ્ય પ્રધાન રૂપાણીનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, ઈતિહાસમાં સૌપ્રથમ વખત સરકાર દ્વારા પશુપાલનને વિશેષ મહત્ત્વ આપતી યોજનાઓ અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેના થકી પશુપાલન નવો વેગ મળશે સરકાર દ્વારા પશુ દાણ સહાય યોજના દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અને પાંજરાપોળને સુવિધાઓથી સજ્જ કરવા માટે બજેટમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓેને આવકારી હતી.