ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારાને લઇ સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત - સિવિલ સર્જન

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે પ્રજામાં ચીંતાનું વાતાવરણ ઊભુ થયું છે અને તંત્ર દ્વારા સંક્રમણને ફેલાતું અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા બેઠકોના દોર ચાલુ કરવામાં આવ્યા છે.

આણંદમાં કોરોના સંક્રમણ માં ચિંતાજનક વધારા પર સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત
આણંદમાં કોરોના સંક્રમણ માં ચિંતાજનક વધારા પર સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Jun 27, 2020, 9:32 PM IST

આણંદઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે, શનિવારના રોજ આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં નવા 14 કેસ સામે આવ્યા છે, શુક્રવારના રોજ પણ આણંદ જિલ્લામાં 14 કેસ સામે આવ્યા હતા. આમ હાલ આણંદ જિલ્લામાં 45 એક્ટિવ દર્દી કોરોના સારવાર લઈ રહ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 221 દર્દીઓ કોરોના સંક્રમણના ભોગ બની ચુક્યા છે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 4875 દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4654 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે 221 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી કોવિડ અને નોન-કોવિડ કારણોથી 21 દર્દીઓ મરણ પામ્યા હતા અને 155 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે, બીજી તરફ અનલોક-1ની શરૂઆતમાં જ્યારે જિલ્લામાં માત્ર 3 એક્ટિવ દર્દીઓ હતા, તેમાં ચિંતા જનક વધારો થવા પામ્યો છે. જે અનલોક-1ના માત્ર 27 દિવસમાં 15 ઘણા વધારા સાથે 45 થવા પામ્યો છે.

આણંદમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારા પર સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત

આ સંદર્ભે ETV BHARAT દ્વારા આણંદ જિલ્લાના સિવિલ સર્જન ડો. અમર પંડ્યા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમના જણાવ્યા મુજબ હાલ તંત્ર દ્વારા સંક્રમિત વિસ્તારોમાં સ્ક્રિનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ સંક્રમણને રોકવા માટે અને નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે આણંદ જિલ્લામાં સેવા આપતા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોકટર સાથે વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સંક્રમણને રોકવા અને અને સ્થાનિક ડોક્ટરની મદદથી સંક્રમિત દર્દીઓની જાણકારી તંત્ર સુધી પહોંચાડવામાં લાગતા સમયને ઓછો કરવાના પ્રયત્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આણંદમાં કોરોના સંક્રમણ માં ચિંતાજનક વધારા પર સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત

ઉલ્લેખનીય છે કે, જે પ્રમાણે આણંદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઘણા કિસ્સામાં તંત્રને પ્રાઇવેટ હોસ્પિટલમાં કે અન્ય જિલ્લામાં સારવાર માટે દાખલ થયેલ આણંદ જિલ્લાના દર્દીઓ વિશે માહિતી પ્રાપ્ત થતી નથી અને તેના કારણે સંક્રમણ વધુ ઝડપથી પ્રસરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે શનિવારના રોજ આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને લેબોરેટરીના સંચાલકો સાથે ખાસ બેઠક યોજી હતી. જેમાં કોરોના ટેસ્ટ અને તેના રિપોર્ટ અંગે તંત્રને પણ માહિતગાર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

આણંદમાં કોરોના સંક્રમણ માં ચિંતાજનક વધારા પર સિવિલ સર્જન સાથે ETV BHARATની ખાસ વાતચીત

આ મિટીંગ આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.છાંરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટરો આણંદ જિલ્લામાંથી લેબોરેટરી સંચાલકો સાથે કૃષ્ણ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર, ખંભાતના નોડલ ઓફિસર, આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન અને ખાનગી હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાના સંક્રમણને રોકવા પોતાના અભિપ્રાય આપ્યા હતા. હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે તંત્ર કોઈ ચોક્કસ રણનીતિ ઘડીને નક્કર પગલાં ભરે તે આવશ્યક છે.

ABOUT THE AUTHOR

...view details