- આણંદ જિલ્લામાં 342 શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
- સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનેટાઇઝ સાથે વિદ્યાર્થીઓ આપવામાં આવ્યો પ્રવેશ
- 20 વિદ્યાર્થીઓની બેચમાં શાળાઓ થઈ શરૂ
આણંદ કોરોના મહામારીના કારણે રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે પડેલ હતું. જેથી તંત્ર દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતુ. કે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર બગડે નહિ તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. કોરોનાના પ્રથમ કેસ સામે આવ્યા બાદ શૈક્ષણિક સત્ર રાજ્ય સરકારના નિર્ણય દ્વારા 300 દિવસ બાદ પુનઃ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ પર જોવા મળી હતી.
આણંદ જિલ્લામાં આજથી 342 શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ 342 શાળાઓમાં 60 થી 65 ટકા વિદ્યાર્થીઓની હાજરી
આણંદ જિલ્લામાં 342 જેટલી શાળાઓમાં આજથી ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 42 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આવનારી બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવા શાળાઓમાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે જિલ્લાની 342 શાળાઓમાં 60 થી 65 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનો વર્ગ બનાવી અને નિયમોનું પાલન કરી કોરોના ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની પણ આરોગ્યની ચકાસણી કરવા માટે શાળાઓને સૂચન કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આસપાસમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીધા નિરીક્ષણનો પણ સંપર્ક રાખવા માટે આચાર્યને સૂચનાઓ આપવામાં આવી છે.
આણંદ જિલ્લામાં આજથી 342 શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ 240 વિદ્યાર્થીઓનો 100 ટાકા ઉપસ્થિત રહ્યા હતા
આણંદ શહેરના પાસે આવેલા ગામડી ગામમાં આવેલા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મુલાકાત લઈને શાળા સંચાલકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. શાળામાં દીવાલો અને દાદરની રેલિંગ તથા વર્ગખંડ અને શૌચાલયને વિશેષ સ્વચ્છતાનું ધ્યાન રાખવું સાથે જ બાળકોને પણ કોવિડ-19ની ગાઈડલાઈન અંગે જાગૃત કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. ગામડીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આજે 240 વિદ્યાર્થીઓનો 100 ટાકા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ શાળા શરૂ થયા અંગે ખુશી વ્યક્ત કરી હતી.