ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયાં આ મહાનુભાવ - Gujarat Cooperative Milk Marketing Federation Limited

અમૂલ ડેરી (Amul Dairy )માટે આજે વધુ એક સિદ્ધનું સોપાન સર થયું છે. અમૂલ ડેરી ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર એસ સોઢી ભારતીય ડેરી એસોસિએશનના (Indian Dairy Association) પ્રમુખ તરીકે ચૂંટાયાં છે.

ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયાં આ મહાનુભાવ
ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયાં આ મહાનુભાવ

By

Published : Jul 30, 2022, 9:16 PM IST

આણંદ -અમૂલ ડેરી ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ગત વર્ષે જ ડો. સોઢી ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) ના બોર્ડ પર ચૂંટાયા હતાં. ડૉ આર એસ સોઢી, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) (અમુલ) આજે ભારતીય ડેરી એસોસિએશન (Indian Dairy Association ( IDA) ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન (IDA) ની સ્થાપના વર્ષ 1948માં કરવામાં આવી હતી અને તે ભારતમાં ડેરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે જેના સભ્યો ડેરી કોઓપરેટિવ,MNC,કોર્પોરેટ સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ,શૈક્ષણિક સંસ્થાઓ,સરકારી અને જાહેર ક્ષેત્રના એકમો છે.

આ પણ વાંચોઃ Plan For Natural Products:અમુલ જલ્દી પ્રાકૃતિક પેદાશો માટેનો પ્લાન લોન્ચ કરશે: સોઢી

ડૉ. વી કુરિયન પણ આ પદે રહી ચૂક્યાં છે - IDA પ્રમુખ તરીકે ચૂંટાયા પર ડૉ. સોઢીએ કહ્યું કે, “IDAનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. કારણ કે મારા માર્ગદર્શક ડૉ. વી કુરિયન વર્ષ 1964માં આ જ પદ પર હતાં અને 58 વર્ષ પછી હવે મને આ સંસ્થાઓનું નેતૃત્વ કરવાની તક મળી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જ્યાં સુધી ડેરી ઉદ્યોગને સંબંધ છે ત્યાં સુધી ભારતીય ડેરી ઉદ્યોગ "આત્મનિર્ભર" છે અને તે "વિશ્વ માટે ડેરી" બનવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવ: વિશ્વની ટોપ 20 ડેરીમાં અમૂલ 16મા ક્રમે

12 વર્ષથી અમૂલનું નેતૃત્વ કરી રહ્યા છે સોઢી - ડૉ. સોઢીને (Dr RS Sodhi Managing Director Amul Dairy Federation )અમૂલ સાથે 40 વર્ષનો સમૃદ્ધ અનુભવ છે અને તેઓ છેલ્લા 12 વર્ષથી અમૂલનું નેતૃત્વ કરી રહ્યા છે. એ પણ નોંધવું મહત્વનું છે કે તેઓ ગયા વર્ષે ડો. સોઢી ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) ના બોર્ડ પર ચૂંટાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details