- ખંભાતમાં 58 વર્ષીય મહિલાએ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહીને કોરોનાને મ્હાત આપી
- ડોક્ટર સહિત આરોગ્યકર્મીઓનું હકારાત્મક વલણ અને દર્દીના મક્કમ મનોબળની જીત થઈ
- દર્દી જયાબેન સુથારે કહ્યું હતું કે, પોઝિટિવ થિંકિંગ કોઈ પણ બીમારીના દર્દીને સાજા કરી શકે છે
આણંદ: જિલ્લામાં મહામારીમાં વધતા જતા કેસોને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં, ખંભાતની 58 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા બાદ 24 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર મેળવીને મહામારી સામે જીત મેળવી છે. મહિલાને બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારી હોવા છતાં કોરોનાની સારવાર, તેઓના મક્કમ મનોબળ અને ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓના હકારાત્મક વલણના કારણે મજબૂત આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. આથી, તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત
ડાયાબીટીસની બિમારીના કારણે જયાબેનની તબિયત વધુ બગડી હતી
ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલમાં આચાર્ય રોહિત સુથારના ધર્મપત્ની જયાબેનને શરૂઆતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં RTPCR રિપોર્ટ કરાવવાની જરૂર પડી હતી. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે, ડાયાબીટીસની બિમારી હોવાના કારણે જયાબેનની તબિયત વધુ બગડતા ઓક્સિજનનું લેવલ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ, પોતે સાજા થશે તેઓ ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા જયાબેનને ડોક્ટર સહિતના આરોગ્ય કર્મીઓ પણ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા હતા. જોકે, ઓક્સિજન લેવલની સમસ્યાને કારણે જયાબેનને વેન્ટિલેટર ઉપર સારવાર કરવામાં આવી હતી.
45થી 50 લીટર ઓક્સીજનની જયાબેનને જરૂરિયાત રહી