ગુજરાત

gujarat

ETV Bharat / state

રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ - Anand corona News

કોરોના મહામરીમાં સંક્રમિત થયેલા દર્દીઓને પ્રાણવાયુ આશીર્વાદ રૂપ સાબીત થઈ રહ્યો છે. મહત્વનું છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા જે તે જિલ્લામાં ઓક્સિજન માટે પુરવઠો પૂરતો પડી રહે તે માટેની જહેમત કરી રહ્યું છે. આણંદ જિલ્લામાં ઓક્સિજનના મુખ્ય વિક્રેતા સાથે ETV Bharat દ્વારા જિલ્લામાં ઓક્સિજનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ
આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

By

Published : Apr 22, 2021, 5:22 PM IST

  • જિલ્લામાં ઓક્સિજનની દૈનિક 18 ટન જથ્થાની પડી રહી છે જરૂર
  • એપ્રિલ માસ પહેલા દૈનિક 5થી 6 ટનની હતી ડિમાન્ડ
  • જિલ્લાના મુખ્ય વિક્રેતા જામનગરના સપ્લાયર પર નિર્ભર

આણંદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં ઓક્સિજનના મુખ્ય વિક્રેતા સાથે ETV Bharat દ્વારા જિલ્લામાં ઓક્સિજનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ઓક્સિજનના મુખ્ય વિક્રેતા કહી શકાય તેવા સંતરામ ગેશના માલિક પ્રકાશભાઈએ ETV Bharatને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ તેમની પાસે 3 થી 4 ટન ઓક્સિજન ગેસની ઉત્પાદન ક્ષમતા છે અને 20 ટનની લિક્વિડ ઓક્સિજન સંગ્રહ શક્તિ વાળી ટેન્ક છે, હાલ લિક્વિડ ઓક્સિજન જામનગર અને વડોદરાથી આયાત કરે છે, જ્યારે તેમના પ્લાન્ટમાં ઉત્પન થતો ઓક્સિજનને સીધો બોટલમાં ભરીને પુરવઠો પહોંચાંડવામાં આવે છે.

આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

ગણતરીના કલાકો સુધી ચાલે એટલો જ જથ્થો ઉપલબ્ધ

જિલ્લામાં ઓક્સિજનની વર્તમાન પરિસ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું હતું કે, પેલા રોજનું 6 ટન જેટલો ઓક્સિજનનો પૂરવઠો જતો હતો જે આજે વધીને 18 થી 20 ટન થયો છે. જેમાં એપ્રિલ મહિનામાં ત્રણ ગણો વધારો થયો છે. પ્રકાશના જણાવ્યાં પ્રમાણે હાલ તેમની પાસે ખૂબ ઓછો જથ્થો ઉપલબ્ધ છે. જે માત્ર ગણતરીના કલાકો સુધી ચાલે એટલો જ જથ્થો છે. ઓક્સિજનની માગ દિન પ્રતિદિન વધી રહી છે. વિક્રેતાના જણાવ્યાં પ્રમાણે જો ઓક્સિજન ની માગમાં સતત વધારો થશે, તો આગામી સમયમાં આણંદ જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જી શકે છે.

આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

આ પણ વાંચોઃ રિયાલિટી ચેક - જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

જિલ્લામાં ઓક્સિજન હાલ જામનગરની રિલાયન્સ દ્વારા પુરો પાડવામાં આવી રહ્યો છે

જિલ્લામાં છેલ્લાં 12 દિવસમાં 6 વખત જામનગરથી 16 ટનના ટ્રાન્સપોર્ટ ટેન્કમાં ઓક્સિજનનો જથ્થો આવી ચૂક્યો છે. જ્યારે વડોદરાથી 12 દિવસમાં આ વિક્રેતાને કોઈ સપ્લાય મળ્યો નથી. આમ જોતાં આણંદ જિલ્લામાં ઓક્સિજન હાલ જામનગરની રિલાયન્સ દ્વારા પુરો પાડવામાં આવી રહ્યો છે. સમગ્ર પરિસ્થિતિ અંગે આણંદના જાણીતા ડૉક્ટર અજય કોઠીયાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસો કરતા હાલમાં ચાલી રહેલી કોરોનાની લહેર બાળકો અને યુવાનો પર વધુ જોખમી બની રહી છે. બાળકો અને યુવાનો સુપર સ્પ્રેડેર બની રહ્યા છે, હાલમાં દરેક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર વધતા ઓછા પ્રમાણમાં પડતી હોય છે. ડૉ.કોઠીયાલાના જણાવ્યાં પ્રમાણે તેમની હોસ્પિટલમાં 90 થી 95 ટકા દર્દીઓને હાલ ઓક્સિજનની જરૂર પડે છે. આણંદ જિલ્લામાં એક માત્ર અપરા હોસ્પિટલમાં ઓક્સિજનની 400 બોટલનું ઉત્પાદન થાય છે. તેમછતાં વધારે 300 બોટલનું દૈનિક લિક્વિડ ઓક્સિજનની બહારથી આયાત કરવી પડે છે.

આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

આ પણ વાંચોઃ RT-PCR ટેસ્ટ માટે આણંદ જિલ્લો અમદાવાદના ભરોસે, રિપોર્ટ માટે 48 કલાક સુધીનું વેઈટિંગ

સંતરામ ગેસ દ્વારા 10.5 ટન ઓક્સિજનના જથ્થાની દૈનિક માગ પૂરતી કરવામાં આવી રહી છે

જિલ્લામાં સંતરામ ગેસ દ્વારા દૈનિક 25 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 10.5 ટન ઓક્સિજનના જથ્થાની દૈનિક માગ પૂરતી કરવામાં આવી રહી છે. સાથે ખેડા જિલ્લામાં પણ 8 થી 10 હોસ્પિટલમાં પણ પુરવઠો પહોંચાડવામાં આવે છે. હાલમાં તેમના દ્વારા તમામ જથ્થો હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. જેમાં રિઝર્વ સ્ટોક પણ મોકલી આપવામાં આવે છે, જે પરિસ્થિતિ જોતા જિલ્લામાં હાલ ઓક્સિજનની સ્થિતિ ડિમાન્ડ અને સાપ્લાયના બેલેન્સ પર ચાલી રહી છે. જે જોતા આગામી સમયમાં જો માગમાં વધારો આવે તો પરિસ્થિતિ વણસી શકે તેવું ઉત્પાદક દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું.

આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ

ABOUT THE AUTHOR

...view details