ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં લાગ્યો કોરોનાનો સેલ, મોલના કર્મચારીઓ બન્યા સિક્રેટ કેરિયર

આણંદ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ કીટની મદદથી ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સાર્વજનિક સ્થળો, નાગરિકોની વધુ અવાર જવરવાળી જગ્યાઓ પર સરપ્રાઈઝ રેપીડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ચોંકાવનારા પરિણામ સામે આવી રહ્યા છે.

આણંદમાં લાગ્યો કોરોનાનો સેલ, મોલના કર્મચારીઓ બન્યા સિક્રેટ કેરિયર
આણંદમાં લાગ્યો કોરોનાનો સેલ

By

Published : Aug 28, 2020, 3:47 PM IST

આણંદ: જિલ્લામાં નાગરિકો સાથે સીધા સંપર્કમાં આવતી સંસ્થાઓ જેવા કે મોલ, સુપર માર્કેટ, શાકમાર્કેટ, બેન્ક વગેરે સ્થળોએ રેપીડ કીટની મદદથી કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં જાણે કોરોનાનો સેલ લાગ્યો હોય તેવા પરિણામો બહાર આવી રહ્યા છે.

આણંદમાં લાગ્યો કોરોનાનો સેલ
બે દિવસ પહેલા રિલાયન્સ મોલમાં હાથ ધરવામાં આવેલા રેપીડ ટેસ્ટમાં 12 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. જ્યારે ગુરુવારે આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા બિગ બાઝરમાં ટેસ્ટિંગ હાથ ધરાતાં 3 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મોલમાં ફરજ બજાવતા કર્મચારીઓને કોઈ જ પ્રકારના લક્ષણો દેખાયા ન હતા. તેમ છતાં તેઓ સંક્રમિત હતા અને એક સિક્રેટ કેરિયર બન્યા હતા. હાલ તમામને સારવાર માટે સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે.
આણંદમાં લાગ્યો કોરોનાનો સેલ
ઉલ્લેખનીય છે કે, મોલમાં ખરીદી માટે રોજ હજારો નાગરિકો આવતા હોય છે. ત્યારે જો મોલના સ્ટાફનું આ પ્રમાણે સિક્રેટ કેરિયર બનવું અનેક નાગરિકો સામે જોખમ ઉભું કરી શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા આણંદના બિગ બજારમાં હાથ ધરવામાં આવેલા રેપીડ ટેસ્ટ બાદ જ્યારે સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેમ છતાં મોલને સિલ કરવામાં તંત્રએ દાખવેલી ઉદાસીનતામાં અનેક ગ્રાહકો જે ઘટનાથી અજાણ મોલમાં ખરીદી માટે આવતા હતા, તેના સવાસ્થ સામે જોખમ ઉભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મીડિયાની દખલગિરી બાદ મોલને સિલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details