ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો શું છે ગ્રાહકોનો મૂડ !, કેવા છે બ્યૂટિક વ્યવસાયના હાલ... - people bought

કોવિડ-19 વાઈરસના સંક્રમણને લઇ દરેક વ્યક્તિના મનમાં એક ભયનું સર્જન થયું છે, જેના પરિણામ સ્વરૂપ અનલોકમાં ચાલુ થયેલા વ્યવસાયના ચલણમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે ગ્રાહકોના મનમાં પણ સંક્રમિત થવાનો છૂપા ભયનું સર્જન થવા થયું છે.

જાણો શુ છે ગ્રાહકો નો મૂડ ! અને તેમાં કેવા છે બ્યુટીકના હાલ
જાણો શુ છે ગ્રાહકો નો મૂડ ! અને તેમાં કેવા છે બ્યુટીકના હાલ

By

Published : Aug 8, 2020, 5:45 PM IST

આણંદઃ કોરોના મહામારીને લઇ ગ્રાહકોના મનમાં જ્યારે સંક્રમણનો ભય ઊભો થયો છે. ત્યારે ટેક્સટાઇલ બિઝનેસમાં બ્યૂટિક અને ડિઝાઈન કપડાની માંગમાં વધારો થતો જણાય રહ્યો છે, ગ્રાહકોના મનમાં થતી મૂંઝવણના સમાધાન ગ્રુપ હવે ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ થકી ખરીદી કરતા બન્યા છે. ડિજિટલ માધ્યમના ઉપયોગથી ઓનલાઇન ખરીદી કરતા બન્યા છે.

જાણો શુ છે ગ્રાહકો નો મૂડ ! અને તેમાં કેવા છે બ્યુટીકના હાલ

ગ્રાહક જ્યારે ઓનલાઇન ખરીદી કરતો થયો છે ત્યારે બ્યૂટિકના વ્યવસાયમાં વેચાણના નવા સોપાન ખુલવા પામ્યા છે, જ્યારે ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકો હવે બ્યૂટિકમાં ઓનલાઈન ઓર્ડર આપી મેઝરમેન્ટના આધારે ખરીદી કરતા બન્યા છે, સાથે જ વિદેશમાં રહેતા નાગરિકો પણ સામાજિક પ્રસંગમાં પહેરવાના કપડા ઓનલાઈન ખરીદી કરતા બન્યા છે, જેથી ડિઝાઈનર ડ્રેસની માંગમાં નોંધનીય વધારો નોંધાયો છે.

જાણો શુ છે ગ્રાહકો નો મૂડ ! અને તેમાં કેવા છે બ્યુટીકના હાલ

કોરોના વાઈરસના કારણે જ્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય બને છે, ત્યારે દેશમાં ગારમેન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો હવે ગ્રાહકોની માંગને સમજી ઓનલાઇન ઓર્ડર લેતા બન્યા છે. જે ડિજિટલ માધ્યમોના ઉપયોગથી વ્યવસાય અને રોજગારીની નવી તકો ઊભી કરે તે સમાન સાબિત થઇ રહ્યું છે.

જાણો શુ છે ગ્રાહકો નો મૂડ ! અને તેમાં કેવા છે બ્યુટીકના હાલ

ABOUT THE AUTHOR

...view details