- જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધાયો વધારો
- કોરોનાની પરિસ્થિતિને કાબુ કરવા તંત્ર હરકતમાં
- તંત્રની યાદીમાં ખાનગી લેબના રિપોર્ટનો આંકડો અનેક ગણો
આણંદ: શહેર સહિત જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટિવ કેસનો વિસ્ફોટ થયો હોય તેમ પ્રથમવાર 76 કેસો નોંધાયા હતા. તંત્રની યાદીમાં નોંધાયેલા આ કેસની સામે ખાનગી લેબ અને હોસ્પિટલમાં થતાં રિપોર્ટનો આંકડો અનેક ગણો હોવાની વાત પણ લોકોએ વ્યકત કરી છે. આજે ગુરૂવારે, સૌથી વધુ આણંદ શહેર ઉપરાંત કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, સામરખા, લાંભવેલ, ચિખોદરા, બદલપુર, ડભાસી, ઉમરેઠ, અહીમા, લીંગડા, સોજીત્રા, ત્રંબોવાડ, નાર, ખંભાત, જહાજ, દંતાલી, મહેળાવ, મોગરી, વાસદ, ભાદરણ, ગાના, ઓડ, હાડગુડ, પચેગામ, બાકરોલઅને લીંગડામાં પોઝિટિવ કેસ નોંધાયા હતા.
આણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 78 કેસ સામે આવ્યા આ પણ વાંચો:વડોદરામાં બુધવારે 453 કેસ નોંધાયા, 3 કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત
બુધવારે તંત્ર દ્વારા 1499 ટેસ્ટ કરાતા 78 કેસ સામે આવ્યા
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3523 કેસો નોંધાયા છે. જે પૈકી, સારવાર બાદ સ્વસ્થ થયેલા 3119 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. તંત્રના મતાનુસાર હાલમાં 386 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી, 329ની હાલતસ્થિર છે. જયારે, 45 ઓક્સિજન ઉપર, 7 બાયપેપ અને 5 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. આણંદ જિલ્લામાં હાલ સૌથી વધુ 205 દર્દીઓ કરમસદ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. બુધવારે, તંત્ર દ્વારા 1499 ટેસ્ટ કરાતા 78 કેસ સામે આવ્યા હતા.
આ પણ વાંચો:રાજ્યમાં બુધવારે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ
રસીકરણ અભિયાનમાં લોકોને આવરી લેવામાં આવ્યાં
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બુધવારે, મળેલી આરોગ્ય વિભાગની બેઠકમાં દર્દીઓને જરૂરી સારવાર અને 45 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવા માટે કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તેવી શક્યતા ઉત્પાદકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ, જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ દર્દીઓના સગા મેડિકલ એજન્સીઓની બહાર ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે.