ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઓચિંતી મુલાકાત, સ્થાનિક રાજકારણમાં ગરમાવો - latest interview with hardik patel

ગુજરાતની આઠ રાજ્યસભા બેઠકો પર પેટા-ચૂંટણીનું રણશીંગુ ફૂકાયું છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા રાજકીય નીતિઓને વેગ આપવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. એવામાં મોરબીની પેટા ચૂંટણી જંગ કોંગ્રેસ જીતે તે માટે હાર્દિક પટેલે મોરબીની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પાસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

morbi
morbi

By

Published : Jul 2, 2020, 7:22 PM IST

Updated : Jul 2, 2020, 10:39 PM IST

મોરબીઃ માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભા ચૂંટણી સમયે રાજીનામું આપી દીધા બાદ ભાજપમાં જોડાયા છે અને પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મોરબીની પેટા ચૂંટણી જીતવા ફરીથી પાસના આગેવાનો સક્રિય થયા છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઓચિંતી મુલાકાત, સ્થાનિક રાજકારણમાં ગરમાવો

એક સમયે પાટીદાર આંદોલનથી લાઈમટાઈમમાં આવેલા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતા. મોરબીની પેટા ચૂંટણી જંગ કોંગ્રેસ જીતે તે માટે આજે ઓચિંતી મુલાકાત લઈને કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને પાસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે રાજકીય ગતિવિધિઓને વેગ આપવા બાબતે ચર્ચા કરી હતી.

કોગ્રેંસ નેતા હાર્દિક પટેલે મોરબીની લીધી મુલાકાત

  • પેટા ચૂંટણી પગલે હાર્દિકે કોંગ્રેસ નેતા, કાર્યકરો અને પાસના આગેવાનો સાથે મુલાકાત કરી
  • પક્ષ પલટો કરનાર ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા મુદ્દે કરી ચર્ચા
  • રાજ્યસભા પેટા ચૂંટણીમાં મોરબી બેઠક માટે રાજકીય રણનીતિ ઘડી
  • પટેલ મતદારોનો ગઢ ગણાતા મોરબીમાં જીત હાંસલ કરવા વિકાસ કાર્યો પર અંગે કરી વાત

આજે મોરબીની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં પક્ષ પલટો કરનાર બ્રિજેશ મેરજા પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યો કરોડો રૂપિયા લઈને વેચાઈ ગયા છે. જેથી મોરબીના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી સિરામિક હબ હોવા છતાં મોરબીમાં વિકાસ શૂન્ય છે રોડ રસ્તાના ઠેકાણા નથી. જેથી મોરબીના લોકોના પ્રશ્નોને વાચા આપે તેવો સક્ષમ ઉમેદવાર પક્ષ ઉભો રાખશે. તો ટીકીટ કોને મળશે તે અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, નામ પાર્ટી નક્કી કરશે. હા પણ એટલું જરૂર કહીશ કે, મોરબીનો અવાજ બને અને અન્યાય વિરુદ્ધ બોલી સકે તેવા મજબૂત ઉમેદવારને મતદારો ચૂંટશે.

બ્રિજેશ મેરજાના પક્ષ પલટા અંગે પૂછતાં હાર્દિકે જવાબ આપ્યો હતો કે, પક્ષ પલટો કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. ચૂંટણી જીતી રાજીનામું આપવું હોય તો કેમ લડો છો. આવો પક્ષ પલટો કરનાર માટે કાયદો છે. પરંતુ કાર્યવાહી થતી નથી. જનતા સાથે સરકાર દ્રોહ કરે છે કરોડોમાં ધારાસભ્યોને ખરીદે છે જે જનતાના પૈસા હોય છે. તો મોરબીની પેટા ચૂંટણી 15 હજાર મતથી જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લો પાટીદાર અનામત આંદોલનમાં એપી સેન્ટર રહ્યો હતો. આ બેઠકનું મહત્વ એટલે છે કે, કારણ કે, આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. 65 વિધાનસભા મોરબી-માળીયા બેઠકના કુલ ૫૨ હજાર મતદારો પૈકી 51000 એટલે કે 19.92 ટકા પાટીદાર મતદારો છે. ત્યારબાદ મુસ્લિમ મતદારો 34000 (15.28 ટકા), સતવારા મતદારો 28000 (12.93 ટકા), દલિત મતદારો 18000 જે ટકાવારીમાં 08.03 ટકા છે.

આ ઉપરાંત આહીર 5.68 ટકા, કોઈલ 6.46 ટકા, ક્ષત્રીય 4.29 ટકા, બ્રાહ્મણ 5.07 ટકા અને વાણીયા મતદારોની ટકાવારી 3.12 ટકા જેટલી છે મોરબી શહેર ઓદ્યોગિક નગરી તરીકે પ્રસિદ્ધ છે જ્યાં ઉદ્યોગ ધંધા પર પણ પાટીદારોનો પ્રભાવ જોવા મળે છે. 2017ની ચૂંટણી અને 2020ની પેટા ચૂંટણીમાં ઘણો ફરક છે અને ફરીથી પાટીદાર આંદોલન ફેક્ટર અસર કરે છે કે નહિ તે અંગે નિષ્ણાંતોમાં અલગ-અલગ અભિપ્રાય જોવા મળે છે.

Last Updated : Jul 2, 2020, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details