સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ફિટ ઈન્ડીયા કાર્યક્રમ યોજાયો - સ્પોર્ટસ ડેની ઉજવણી
આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આવેલા જ્ઞાનોદય ભવનમાં સાંસદ મિતેષ પટેલ અને જિલ્લા કલેકટર દિલીપ રાણાની ઉપસ્થીતીમાં જિલ્લા કક્ષાની ફીટ ઇન્ડિયા અંતર્ગત જિલ્લામાં કક્ષાની સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામા આવી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ફિટ ઈન્ડીયા કાર્યક્રમ યોજાયો
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય સ્પોટ ડેની ઉજવણી કરવમાં આવી રહી હતી, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો ફીટ ઇન્ડીયા કાર્યક્રમ સાંસદ મિતેષ પટેલ, જિલ્લા કલેકટર દીલીપ રાણા, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર શિરીષ કુલકર્ણી સહીત મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઇવ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થીત રહ્યા હતા.