ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ નગરપાલિકામાંથી બાકરોલને અલગ કરવા સ્થાનિકોની માગ

આણંદઃ નગરપાલિકામાં વર્ષ 2006માં ભેળવવામાં આવ્યું હતું. જે બાદ આજ-દિન સુધી બાકરોલના વિકાસને લઇ આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જેને લઇ શુક્રવારે બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાંથી છુટુ પાડવાની માગ સાથે ગ્રામજનોએ રણશિંગું ફૂંક્યું છે.

By

Published : Jan 4, 2020, 3:21 PM IST

bakrol protest to demand separate municipal
આણંદ નગરપાલિકામાંથી બાકરોલને અલગ કરવા સ્થાનિકોની માગ

બાકરોલ ગામનો વિકાસ કરવાના નામે બાકરોલ ગ્રામ પંચાયતના આનંદ નગર પાલિકામાં ભેળવી દેવાના 13 વર્ષ બાદ પણ બાકરોલ ગામનો કોઈ વિકાસ કરવામાં નથી આવ્યો, તેમ જ બાકરોલ ગામના વિકાસને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોએ વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઇને બાકરોલને નગરપાલિકામાંથી છૂટો પાડીને ફરીથી ગ્રામ પંચાયત આપવા સ્થાનિકોએ માગ કોએકરી હતી, બાકરોલને નગરપાલિકામાંથી છૂટું પાડવા માટે આંદોલન છેડવા માટે પણ તખ્તો ગોઠવી દેવાયા છે.

આણંદ નગરપાલિકામાંથી બાકરોલને અલગ કરવા સ્થાનિકોની માગ

સ્થાનિકોએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2006માં બાકરોલ ગામ પંચાયતને વિકાસના નામે આણંદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું. બાકરોલ ગ્રામ પંચાયતનો કોઈ જ પ્રકારનો વિકાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી. નગરપાલિકા દ્વારા માત્ર બાકરોલના ગ્રામજનો પાસેથી કરવેરા ઉઘરાવવામા જ સત્તાધીશોને કોઈ ન રસ હોય તેમ કરવેરા ઉઘરાવ્યા બાદ પણ પાલિકાના વિકાસનો એજન્ડા બાકરોલ માટે જાહેર કરવામાં આવતા નથી. જેના કારણે બાકરોલનો વિકાસ ખોરંભે પડયો હોય, તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે.

આણંદ નગરપાલિકામાંથી બાકરોલને અલગ કરવા સ્થાનિકોની માગ
આણંદ નગરપાલિકામાંથી બાકરોલને અલગ કરવા સ્થાનિકોની માગ

બાકરોલ ગામે આણંદ પાલિકામાં સમાવિષ્ટ કર્યાને ઘણો લાંબા સમય વીતી ગયા હોવા છતાં આજે ગામમાં કોઈપણ ડોક્યુમેન્ટને લઈ ઇ-ધારામાં રેકોર્ડ પર 7-12ના ઉતારામાં બાકરોલ ગામ તરીકે ઉલ્લેખ થાય છે. તેમજ મહેસૂલ વિભાગે પણ બાકરોલને મામલતદાર ગ્રામ્ય કચેરીમાં રાખવામાં આવ્યું છે. રેકોર્ડ પર જ્યારે બાકરોલ ગામે ગ્રામ પંચાયત બતાવવામાં આવતી હોય અને કરવેરાને આણંદ નગરપાલિકાના દર પ્રમાણે વસુલવામાં આવતા હોય, ત્યારે આણંદ અને બાકરોલ ગામ ને અલગ પાડી ફરીથી બાકરોલ ગ્રામ પંચાયત આપવા માટે સ્થાનિકોએ માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details