આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ મેકવાન દ્વારા આજે અમદાવાદ બોમ્બે બ્રોડગેજ રેલવે ટ્રેક પર વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવી કરુણ વિદાય લીધી હતી. આણંદ રેલવે પોલીસે વદોડથી આણંદ તરફ આવતી એક ગુડ્સ ટ્રેનની અજાણ્યા યુવાનનેવ ટક્કર વાગી હોવાની માહિતી મળી હતી. જેની જાણ થતાં જ રેલવે પોલીસ ફોર્સના જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં એક યુવાનની ગંભીર ઇજાઓ પહોંચેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતી. જેની તપાસ કરતા તે ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી હતી.
પરેશભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, આણંદમાં આવેલ કવિતા શોપિંગ સેન્ટરમાં દરજીનો વ્યવસાય કરતા કિશોરભાઈ પાસેથી અંગત કામ સારું 20 ટકા વ્યાજે લીધેલા 6000 રૂપિયાની સામે વ્યાજખોર કિશોરભાઈ દ્વારા 30,000 ₹ની વારંવાર માંગણી કરવામાં આવતી હતી.મૃતકના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપતો હતો.
"મૃતદેહ 4 કલાક રેલવે ટ્રેક પાસે પડ્યો રહ્યો"
આણંદમાં સોમવારે સાંજના 6 કલાક આસપાસ બનેલી આ ઘટનામાં રેલવે પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને રેલવે ટ્રેક પરથી ખસેડી લીધો હતો. ત્યારબાદ રેલવે કંટ્રોલને મૃતદેહને આણંદ પહોંચાડવા માટે વડોદ તરફથી આણંદ તરફ ડાઉન લાઇનમાં આવતી કોઈ ટ્રેનમાં મૃતદેહને આણંદ પહોંચાડવા ટ્રેન ને રોકવા રેલવે તંત્ર ને પોલીસ દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં જાણે અધિકારીઓમાં માનવતા મરી પરવારી હોય તેમ રાત્રી ના 11 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની હકારાત્મક વલણ ન દાખવતા અંતે રેલવે પોલીસ ને આણંદ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ની મદદ લેવા ફરજ પડી હતી. એટલે કે 4 થી 5 કલાક સુધી પરેશભાઈના મૃતદેહને ત્યાંથી દર 20 મિનિટે પસાર થતી એક પણ ટ્રેન માં મુકવા રેલવે તંત્ર તૈયાર ન હતું.