Anand News: આત્મહત્યા કરવા માટે મહિલા હોર્ડિંગ સ્ટેન્ડ પર પહોંચી, ફાયરની ટીમ પણ ચોંકી ગઈ આણંદ:આણંદમાં બપોરના સમયે એક અજાણી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર રોડ પરના હોર્ડીંગ બોર્ડના રેક પર ચડીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે આણંદ ફાયબ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા ટીમ સાથે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Anand Latest News: રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું
ચકચાર મચી હતી:પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રેલ્વે સ્ટેશન પાસે એક મહિલા હોર્ડિંગ બોર્ડના રેક પર ચડી ગઈ હતી. જ્યાંથી તે કુદકો મારવાની ફિરાકમાં હતી. પણ એવું બન્યું નથી. આત્મહત્યાનો ઈરાદો સાકાર થાય એ પહેલા જ ફાયર વિભાગની ટીમ દેવદૂત બનીને આવી ગઈ હતી. વિટકોસ બસ સ્ટેન્ડ પાસે બનેલી ઘટનામાં આણંદ ફાયર વિભાગ મદદે આવ્યું હતું. અજાણી સ્ત્રીને ત્યાંથી હેમ-ખેમ રીતે રેક પરથી નીચે ઊતારીને સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલ ખાતે સારવાર:સાથે અજાણ્યી સ્ત્રી હોડિંગ ઉપર કયાં કારણોસર આપઘાત કરવા ચડેલ હોવની માહિતી બહાર આવી નથી. જે અંગે ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાથે ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે જઈ સ્ત્રીને નીચે ઉતારી તે સમયના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મહત્વનું છે કે અજાણી સ્ત્રીને હેમખેમ નીચે ઊતર્યા બાદ આણંદ મ્યુનિ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવી હતી. મહિલાને બચાવવા ટીમે જે જહેમત ઊઠાવી હતી એ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ વીડ કોન્ફરન્સનું આયોજન કરાશે
કોણ છે આઃઆ ઘટનાને કારણે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી. જે અંગે આણંદના ફાયબ્રિગેડના ઓફિસર ધર્મેશ ગોરે ETV ભારતને માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ રેલવે સ્ટેશન નજીક બનેલા આ બનાવમાં મહિલાની કોઈ ઓળખ થઇ શકી નથી. હાલ આણંદ જનરલ હોસ્પિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. એની માનસિક સ્થિતિ સ્થિર થયા બાદ વધારે હકીકત સામે આવશે.