- સ્થાનિકો હાડ થીજવતી ઠંડીનો દિવસ ભર અનુભવ કરી રહ્યા છે
- અત્યાર સુધીમાં સૌથી નીચું તાપમાન 9 ડિગ્રી નોંધાવા પામ્યું
- ઠંડીથી બચવા લોકોએ અજમાવ્યા નુસ્ખા
- નવા વર્ષની ઉજવણી પર પણ આ ઠંડીની અસર જોવા મળે
આણંદઃ હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર રાતથી અત્યાર સુધીમાં સૌથી નીચું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ એકાએક પાંચ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ઋતુ પરિવર્તન પામી છે. આણંદ કૃષિ હવામાન વિભગના અહેવાલ અનુસાર, મહત્તમ ચાર ડિગ્રીના ઘટાડા સાથે ચોવીસ ડિગ્રી લઘુતમ તાપમાન અને નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજના પ્રમાણમાં 68 ટકા અને પવનની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી છે. છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં વધારો નોંધાયો હોવાના કારણે વાતાવરણમાં શીત લહેર ફેલાઈ છે.
આગામી બે દિવસ આ જ રીતે કાર્ય ઠંડી પડવાની આગાહી હોવાથી લોકો ગરમ કપડાં, ગરમ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે જ ઠંડીથી બચવા માટે ઉકાળા તેમ જ ગરમ પીણાં પીતા નજરે પડી રહ્યા છે.